બિઝનેસમેન માટેની એક એવી ટ્રીક્સ જેના દ્વારા તમે હસતા હસતા તમારા દુશ્મનો પાસેથી કામ કરાવી શકશો, સફળ થવાની છે આ ચાવી

મિત્રો જીવનમાં દરેક વસ્તુ આવડવી ખૂબ જ જરૂરી છે. ક્યાં સમયે કઈ ટેકનીકનો યુઝ કરવો તે એક અગત્યની વસ્તુ છે. આજે અમે તમારી સાથે એક એવી જ trick વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે હસતા હસતા તમારા દુશ્મન પાસેથી પણ કામ કરાવી શકો છો. ખાસ કરીને ધંધા અને બિઝનેસ સાથે જોડાયેલા લોકોએ માટે આ ટેકનિક એક વરદાન સમાન છે. કારણકે દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે બધા તેના કહ્યા પ્રમાણે જ કામ કરે. પરંતુ ઘણી વખત દબાણ આપવા છતાં પણ લોકો તેના દ્વારા કહેવામાં આવેલું કાર્ય કરતા નથી. અને જો કરશે તો પણ તેનું પરિણામ અસરકારક હોતું નથી. પરંતુ અમે આજે તમને થોડી એવી ટ્રિક્સ જણાવીશું જેના દ્વારા હસતા હસતા તમે તમારા દુશ્મન પાસેથી પણ કામ કરાવી શકો છો.

આ માટેની પ્રથમ ટ્રિક છે Get Favour. એટલે કે આ ટ્રીકમાં તમારે લોકો લોકોને કહેવાનું છે કે તે તમારી મદદ કરે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિની મદદ કરે છે ત્યારે તેના મગજની વેવ્સ ખુબ સ્થિર થઇ જાય છે અને તેમને ખુશી મળે છે. કોઈપણ જગ્યાએ વિકાસ કરવા માટે સૌથી અગત્યની વસ્તુ છે સાથે મળીને કામ કરવું છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસે મદદ માંગો છો અને એ વ્યક્તિ તમારી મદદ કરે છે ત્યારે તેનું મગજ એક ટ્રિગર ચાલુ કરી દેશે. ભલે તે વ્યક્તિ તમને પસંદ ન કરતી હોય પરંતુ જ્યારે તે તમને મદદ કરે છે ત્યારે તેના મનમાં સંતોષ થાય છે. અને તમારા પ્રત્યેની નફરત પણ ઓછી થતી જાય છે.

બીજી ટ્રેકનું નામ છે Aim High. આ ટ્રિક દરેક બિઝનેસમેન માટે ખૂબ જ અગત્યની છે. આ ટ્રીકમાં તમારે સામેના વ્યક્તિને એવું મોટુ કામ દેવાનું છે જેથી તે વ્યક્તિ સામેથી ના પાડી દે. ત્યાર બાદ તમારે એ કામને થોડું સરળ બનાવીને તમે જે કામ કરવા ઇચ્છતા હોય તે કામ દેવાનું છે. તમારું કામ પહેલા દીધેલા કામ કરતાં નાનું હોવાથી આ વ્યક્તિ ખુશ થઇ જશે અને તમારું દરેક કામ કરવા લાગશે. આ ટ્રિક વ્યક્તિની ભાવનાઓ સાથે જોડાયેલી છે. એટલે કે પહેલા મોટું કામ આપી ત્યારબાદ નાનું કામ કરવાથી વ્યક્તિની ભાવનાને ઠેસ પહોંચે નહી. અને તે રાજી રાજી દરેક કામ કરશે.

ત્રીજા નંબરની ટ્રીક છે Name and Title, જે વ્યક્તિ પાસેથી તમે કામ કઢાવવા માગતા હોય તેનું નામ લઈને તમે તેને કામ આપશો તો તેના મગજમાં એક કેમિકલ રિલીઝ થશે, જેના કારણે તે વ્યક્તિ ખુશી અનુભવશે. અને તમે કીધેલું દરેક કામ પૂરું કરશે. તમે તેના નામની જગ્યાએ ટાઇટલ પણ બોલી શકો છો. આમ કરવાથી સામેના વ્યક્તિને ખુશી મળશે અને તેને કામ કરવામાં પણ મજા આવશે.

ત્યાર પછીની ટ્રીક એટલે કે Mirroring. જેમાં તમારે જે વ્યક્તિ પાસેથી કામ કરાવવાનું છે તમારે તેના વર્તનની કોપી કરવાની રહેશે. જેમ કે તે વ્યક્તિની ચાલવાની રીત, તે વ્યક્તિની કામ કરવાની રીત, તે વ્યક્તિની બોલવાની રીત. આ બધું તમારે કોપી કરવાનું છે પછી તમારે તેને તમારું કામ કહેવાનું છે, જેથી તે વ્યક્તિ તમારું કામ કરી આપશે. કારણ કે માણસોને પોતાના જેવો વ્યવહાર અને વર્તન ધરાવતા લોકો વધારે પસંદ આવે છે.

અમારી છેલ્લી ટ્રીક છે Complement એટલે કે લોકોના વખાણ કરવા. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિના વખાણ કરવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ મનોમન ખુશ થતો હોય છે. જો તમે તે વ્યક્તિના સાચા કે પછી ખોટા વખાણ કરશો તો પણ તે વ્યક્તિ ખુશ થઈ જશે. આમ કરવાથી તે વ્યક્તિ પોતાને સુપીરીયર માને છે અને તેની સેલ્ફ એસ્ટીમ વધી જાય છે મતલબ તે પોતાને વધારે સક્ષમ માનવા લાગે છે અને તેને ટકાવી રાખવા માટે તે તમારું કામ હસતા હસતા કરી આપશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.