બોલીવુડ માં આ 6 કપલ્સ ના બ્રેકઅપ રહ્યા સૌથી ચર્ચિત, જેનાથી ઇન્ડસ્ટ્રી જ નહી ફેંસ ને પણ લાગ્યો હતો શોક

મિત્રો બોલીવુડ ની અંદર પ્રેમ અને મહોબ્બત નિભાવવા વાળા બહુ ઓછા લોકો જોવા મળે છે. અહીં એક બીજા સાથે બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને એકબીજા સાથે વિશ્વાસઘાત પણ બહુ જલદી થતો હોય છે. તમે બોલિવૂડના એવા ઘણાં કપલ્સ વિશે સાંભળ્યું હશે કે જેના બ્રેકઅપ બહુચર્ચિત રહ્યા હોય. બોલીવુડના અમુક સ્ટાર આપણા ફેન હોવાથી જ્યારે તેમનું બ્રેકઅપ થાય છે ત્યારે બહુ મોટો ઝટકો લાગે છે.

બોલીવુડ માં આ કપલ્સ ના બ્રેકઅપ રહ્યા સૌથી ચર્ચિત

મિત્રો આજે આપણે બોલીવૂડના કેટલાક એવા કપલ્સની વાત કરીશું કે જેની એક્ટિંગ દમદાર છે પરંતુ તે પ્રેમ પ્રકરણમાં પાછા પડ્યા છે. એટલે કે તેમની શરૂઆતની કેમેસ્ટ્રી ખૂબ મળતી આવતી હોય છે પરંતુ સમય જતાં તે બંને વચ્ચે બ્રેકઅપ થાય છે. ચાલો જાણીએ આવા કેટલાક કપલ વિશે.

બિપાશા બાસુ અને જોન અબ્રાહમ

મિત્રો બિપાશા બાસુની દરેક ફિલ્મમાં તે એટલા હોટ છે આપે છે કે સામે વાળો વ્યક્તિ પાણી પાણી થઇ જતો હોય છે. મોટાભાગે બિપાશા બાસુ અને જોન અબ્રાહમ ના ફિલ્મ ની જોડી એક શાનદાર સક્સેસ પૂરી પાડે છે.આ બન્ને નો પ્રેમ ખુબ પરવાન ચઢ્યો અને લોકો માં તેમની જોડી ખુબ ફેમસ થવા લાગી. પરંતુ અચાનક તેમના બ્રેકઅપ અને જોન ના કોઈ બીજા થી લગ્ન કરવાની ખબરો એ બધાને ઝટકો આપી દીધો હતો.

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે

ટીવી સીરીયલ ની દુનિયા ની અંદર એક સારું નામ બનાવનાર અને ખર્ચના તથા માનવ નામથી ઓળખાતા famous સુશાંત અને અંકિતા લોખંડે નું રીલેશનશીપ પણ ઘણા વર્ષો સુધી ચાલ્યું. જ્યારે સુશાંત એ બોલીવુડ ની અંદર કદમ રાખ્યો ત્યાર પછી ધીમે ધીમે અંકિતા તેનાથી દુર થવા લાગી અને તે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ

બોલિવૂડની સૌથી બેસ્ટ જોડી મા રણબીર કપૂર અને દીપિકા નો સમાવેશ થાય છે. ઘણા લોકો આ બંનેની જોડી ને જોઈને ખુબ ખુશ હતા. ફિલ્મ બચના એ હસીનો માં આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ તેમનું બ્રેકઅપ વર્ષ 2010 માં થઇ ગયું અને પછી રણબીર ની જિંદગી માં કેટરીના આવી. દીપિકા એ વર્ષ 2013 માં રણવીર સિંહ ને બોયફ્રેન્ડ બનાવ્યા અને વર્ષ 2018 માં લગ્ન કરી લીધા.

શાહિદ કપૂર અને કરીના કપૂર

શાહિદ કપૂર તથા કરીના કપૂરની જોડી પણ બહુ ચર્ચામાં રહી છે. આ બંને કપૂર ફેમિલી નો પ્રેમ જોઈને એમ જ હતું કે તે બંને વચ્ચે એક દિવસ જરૂર લગ્ન થશે. બંનેના સંબંધની અંદર serious નેસ પણ ઘણી હતી. પરંતુ વર્ષ 2007માં કરીના નું દિલ શાહિદને મૂકીને તે સૈફ પર આવી ગયું. અને તેમને શાહિદ થી બ્રેકઅપ કરી લીધું. કરીના એ વર્ષ 2012 માં સૈફ થી અને વર્ષ 2016 માં શાહિદ એ મીરા ની સાથે લગ્ન કરી લીધા. પરંતુ તેમના બેકઅપ થી પણ ઇન્ડસ્ટ્રી એ એક સારી જોડી ને ખોઈ દીધી હતી.

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન

મિત્રો બોલિવૂડની અંદર સૌથી વધારે હિટ ફિલ્મ કરનાર તથા સૌથી વધારે ચાહના ધરાવનાર એવા સલમાનખાન પણ આ બાબતમાં પાછળ નથી. શરૂઆતની અંદર સલમાન ખાન તથા ઐશ્વર્યાની જોડી ને સૌથી હિટ ગણવામાં આવતી. સલમાનખાન એશ્વર્યા સાથે લગ્ન કરવા પણ માંગતા હતા. પરંતુ એશ્વર્યા તેનાથી દુર ભાગતી હતી. અચાનક જ આ બંને વચ્ચે એક એવી આવી ગઈ કે ઐશ્વર્યાએ સલમાનને મૂકીને અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.

પ્રીતિ ઝીંટા અને નેસ વાડિયા

એવું નથી કે બોલિવૂડમાં જે લોકો પ્રેમ કરતા હોય તે બોલિવૂડના જ બંને કલાકારો હોવા જોઈએ. આ વસ્તુ સાબિત કરી બતાવી છે પ્રીતિ ઝીંટા અને બીઝનેસમેન નેસ વાડિયા. આ બંનેની જોડી પણ એક સ્ટાઈલિશ જોઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે આ બંનેની જોડી થી નેસ વાડિયા ની માં મૌરીન વાડિયા ખુશ ન હતી. તેથી આ બે બંનેનો પ્રેમ લાંબો સમય સુધી ચાલી ન શક્યો. હમણાં નેસ અને પ્રીતિ ક્રિકેટ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ ના ઓનર પણ છે અને પ્રીતિ એ જીન ગુડઈંફ ની સાથે લગ્ન કરીને પોતાનું અલગ ઘર વસાવી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.