બોલીવુડ ની આ દસ અભિનેત્રીઓ લાગે છે તેની માં ની કાર્બન કોપી, જુઓ કોણ કોણ છે આ યાદી મા

એવુ માનવામા આવે છે કે માં અને પુત્રી હંમેશા એકબીજા જેવી જ હોય છે અને એકબીજા ની નજીક હોય છે. પુત્રીઓ ભલે હંમેશા તેના પિતા ની લાડકી હોય પણ એક પુત્રી માટે તેની માં જ તેનું સવર્સ્વ તેમજ સારી મિત્ર હોય છે. માં ના ગુણ જ પુત્રીમા અવતરતા હોય છે. પછી તે દેખાવ ની બાબત હોય કે પછી બીજી કોઇપણ બાબત. બોલીવુડમા ઘણી અભિનેત્રીઓ તેના માં ની સમ્પૂર્ણ કાર્બન કોપી લાગે છે. તો ચાલો આજ ના આ આર્ટીકલ મા જાણીએ આવી અમુક અભિનેત્રીઓ વિષે.

આલિયા ભટ્ટ અને સોની રાજદાન

બોલીવુડ ની એકદમ ક્યૂટ અભિનેત્રી આલિયા નુ નામ આજે બોલીવુડમા ઘણું જાણીતું છે. બહુ જ ટૂંકા ગાળામા આલિયાએ મોટા પડાવ પાર કર્યા છે. આલિયા ની માં સોની રાજદાન બ્રિટિશમા જન્મેલી એક ભારતીય અભિનેત્રી છે. સોની રાજદાને ૧૯૮૬મા મહેશ ભટ્ટ સાથે તેના લગ્ન થયા હતા અને ૧૯૯૩મા આલિયા નો જન્મ થયો છે. ૬૨ વર્ષ ની સોની રાજદાન અને આલિયા નો ચહેરા સાવ એક જેવો જ લાગે છે.

સોહાઅલી ખાન અને શર્મિલા ટાગોર

વીતેલા સમય ની અભિનેત્રી શર્મિલા ટાગોર પણ ઘણી સુંદર અભિનેત્રી હતી. શર્મિલા ટાગોરે જાણીતા ક્રિકેટર મન્સુર અલીખાન સાથે લગ્ન કર્યા હતા. શર્મિલાએ ૧૯૭૮મા સોહા ને જન્મ આપ્યો હતો. સોહા નુ મોઢુ આબોહુબ તેની માં જેવું જ છે. જેથી જોતા જ ખબર પડી જાય કે તે શર્મિલા ટાગોર ની પુત્રી છે.

ઉર્વશી રૌતેલા અને મીરા રૌતેલા

જાણીતી બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક ગ્લેમરસ અભિનેત્રી છે. તેણે વર્ષ ૨૦૧૫મા મિસ દીવાનુ ટાઇટલ જીત્યું હતું. તેની માતા પણ એટલી જ સુંદર છે. તેની માતાનુ નામ મીરા રૌતેલા છે. જે પણ ફેશન ની બાબતે ઘણી ગ્લેમરસ છે. તેની માતા મીરા ની વાત કરવામા આવે તો તે ગ્લેમરસ મામલે એક અભિનેત્રી ને પણ ટક્કર આપે છે.

સારાઅલી ખાન અને અમૃતા સિંહ

સારાઅલી ખાને ગત વર્ષે જ ‘કેદારનાથ’ થી ફરી બોલીવુડમા આગમન કર્યું. આ જોઈ એવું લાગતું હતું કે ફરી એકવાર અમૃતા આ પડદા પર ચમકી હોય. બોલીવુડ ની સુંદર અભિનેત્રી અમૃતા સિંહે સૈફઅલી ખાન સાથે લગ્ન કર્યા હતા પણ બન્ને વચ્ચે છૂટાછેડા થઇ ગયા હતા. સારા એકદમ તેની માં ની કાર્બન કોપી જ લાગે છે.

ટ્વિંકલ ખન્ના અને ડિમ્પલ કાપડિયા

બોલીવુડ ની એક સમય ના ટોપ અભિનેત્રીઓમા ડિમ્પલ કાપડિયાએ પોતાની બોલીવુડમા એક જુદી જ ઓળખ ઉભી કરી હતી. ડિમ્પલ માત્ર ૧૬ વર્ષ ની ઉંમરે જ ૩૧ વર્ષ ના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા અને ૧૯૭૩મા તેણે ટ્વીન્કલ ને જન્મ આપ્યો હતો. ટ્વીન્કલ તેની માં ની જેમ સ્ટાર નથી બની શકી પણ તેનો ચેહરો એકબીજા થી ઘણો મળતો આવે છે.

શ્રુતિ હસન અને સારિકા

સાઉથ ના સુપરસ્ટાર કમલ હસને એક સુંદર અભિનેત્રી સારિકા સાથે લગ્ન કર્યા હતા. સારિકા તેના સમય ની શાનદાર અભિનેત્રી રહી હતી. સારિકાએ ૧૯૮૬મા શ્રુતિ ને જન્મ આપ્યો હતો. શ્રુતિ ની સુંદરતા મા તેની માતા ની ઝલક દેખાય આવે છે. બન્ને ની શકલ એકબીજા થી ઘણી મળતી આવે છે. કમલ હસન ની દીકરી શ્રુતિએ ઘણી બૉલીવુડ ફિલ્મો મા પણ કામ કર્યું છે.

કરિશ્મા અને બબીતા કપૂર

૯૦ના દશક ની ટોપ અભિનેત્રી કરિશ્મા ની માતા બબીતા કપૂર પણ તેના સમય ની એક મશહૂર અભિનેત્રી હતી. બબીતા તેમજ રણધીર કપૂર ની પુત્રી કરિશ્મા નો જન્મ ૧૯૭૪મા થયો હતો. કરિશ્મા એકદમ તેની માતા જેવી જ દેખાઈ છે.

દીપિકા પાદુકોણ અને ઉજ્જલા

બૉલીવુડ થી હોલીવુડ સુધી પોતાના અભિનય નો ઝલવો દેખાડનાર દીપિકા થી કોણ અજાણ છે. દીપિકા પાદુકોણ ના ફેન્સ ની સંખ્યા લાખોમા છે. તેને પોતાની કારકિર્દી મા એક થી એક ચડિયાતી ફિલ્મો આપી છે. તમને જણાવી આપીએ કે, દીપિકા ની માતા પણ સુંદરતા ની દ્રષ્ટિએ ટક્કર આપે છે. તેની માતા નુ નામ ઉજ્જલા છે.

હેમા માલિની અને એશા દેઓલ

બોલીવુડ ની ડ્રિમગર્લ તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર હેમા માલિની ની બે પુત્રીઓ છે. હેમા ની ગણતરી બોલીવુડ ની દિગ્ગ્જ અભિનેત્રીઓમા થાય છે. પરંતુ હેમા ની બે માથી એકપણ દીકરી આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી મા કોઈ ખાસ મુકામ નથી બનાવી શકી. એશા નો ચેહરો તેની માતા સાથે ઘણો મળતો આવે છે. એશા પણ તેની માતા ની જેમ એક ક્લાસિકલ નૃત્યાંગના છે. હાલ મા જ એશાએ એક પુત્રી ને જન્મ આપ્યો હતો.

શ્રદ્ધા કપૂર અને શિવાંગી

શક્તિ કપૂર ની લાડલી દીકરી શ્રદ્ધા કપૂરે એવો ટૂંકો ડ્રેસ પહેર્યો કે શરમાઈ ને પાણી-પાણી થઇ જશો. બોલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની ફિલ્મો ને લઈને ઘણી ચર્ચિત છે. આશિકી ગર્લ થી મશહૂર શ્રદ્ધા કપૂર ને કોણ નહીં ઓળખતુ હોય. શ્રદ્ધાએ તેના અભિનય થી કરોડો લોકો ના દિલ જીતી લીધા હતા, શ્રદ્ધા કપૂર ની માતા પણ તેની દીકરી ની જેમ ઘણી પ્રસિદ્ધ છે. શિવાંગી પણ બોલીવુડમા કામ કરી ચુકી છે. આજે પણ શિવાંગી ગ્લેમરસ ને બાબતે ટક્કર આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.