ભૂલથી પણ તમે ક્યારેય આ લોકો સામે ન કરશો તમારા મનની વાત, તમારું દુખ આ લોકો ક્યારેય નહિ સમજી શકે

મિત્રો આપણા દેશ મા ઘણા વિદ્વાનોએ જન્મ લીધો છે અને હાલ પણ આવા વિદ્વાનો ની વાતો ને આપણે યાદ કરીએ છીએ તેમજ તેમની કહેલી ઘણી વાતો જીવન ને સરળ અને સફળ બનાવવા માટે ઉપયોગ મા લેતા હોઈએ છીએ. આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે ચાણક્ય વિષે કે જેમને ઘણી એવી નીતિઓ વિષે ઉલ્લેખ કર્યો છે કે જે હાલ ના યુગ મા પણ ઘણી કામ લાગે છે.

તેમના દ્વારા જણાવવા મા આવેલ આ નીતિઓ ને માનવી પોતાના જીવન મા અપનાવી લે તો તે ઘણો સુખી થઈ શકે છે. આ સાથે માનવી ના જીવન મા આવતી કોઇપણ પ્રકાર ની બાધાઓ નુ સમાધાન કરી શકાય છે. આચાર્ય ચાણક્યે જણાવ્યું છે કે કેટલાંક લોકો એવા હોય છે કે જે બીજા ના દુઃખ ને નથી સમજી શકતાં. આવા માણસો જો કોઈ ના દુઃખ મા ભાગીદાર ન બની શકે તો કોઈ વાંધો નથી પરંતુ બીજા પર હસવું તો ન જ જોઈએ.

આચર્ય મુજબ આવા વ્યક્તિઓ મા દયા ની ભાવના હોતી નથી માટે તેઓ ક્યારેય કોઇપણ અન્ય વ્યક્તિ નુ દુઃખ સમજી શકતાં નથી. આ માટે આવા માણસો સામે ક્યારેય પણ પોતાનું દુઃખ વ્યક્ત ન કરવું જોઈએ. આચર્ય ચાણક્ય મુજબ આવા માણસો અગ્નિ તેમજ કાંટા સમાન હોય છે માટે તેઓ ક્યારેય કોઇપણ ની પીડાં ને નથી સમજી શકતાં.

તેમને વધુ ઉમેરતા જણાવ્યું છે કે બુદ્ધિમાન વ્યક્તિ ને આ વાત ની જાણ હોવી ઘણી જરૂરી છે કે એવું ક્યું દુઃખ સમજી શકાય છે અને ક્યું નહિં. એ મુજબ જ જાણ્યા બાદ પોતાનો વ્યવહાર કરવો જોઈએ. જેનું કારણ છે કે જે વ્યક્તિઓ કોઈ ના દુઃખ દર્દ ને સમજી નથી શકતાં, તેમની આગળ પોતાના દુઃખ દર્દ દર્શાવવા થી કશું જ ફાયદો નથી થતો.

શ્લોકઃ
રાજા વેશ્યા યમશ્ચાગ્નિ તસ્કરો બાલયાચકૌ |
પરદુઃખં ન જાનન્તિ અષ્ટમો ગ્રામકંટકઃ ||

ચાણક્ય મુજબ ઉપરોક્ત શ્લોક મા જણાવ્યું છે કે રાજા, વેશ્યા, યમ, અગ્નિ, ચોર, બાળક, યાચક તેમજ કાંટો આ આઠ કોઈપણ માણસ ની ભાવનાઓ ને નથી સમજતાં. તેમને કોઈપણ વ્યક્તિ ના દુઃખ તેમજ દર્દ થી કોઈ મતલબ હોતો નથી. એટલે જ કેહવાય છે કે તેમની સામે પોતાની પીડાં તેમજ દુઃખ જણાવવા થી કશું જ ફાયદો થતો નથી.

એક રાજા સદેવ પોતાના નીતિ-નિયમો તેમજ સત્ય ને ધ્યાન મા રાખી ન્યાય કરતો હોય છે તે કોઈ ના દુઃખ ને નથી સમજી શકતાં. એક વેશ્યા પણ એવી જ રીતે માત્ર પૈસા થી જ મતલબ રાખે છે. જ્યારે યમ પણ કોઈ ની પીડા નથી સમજતાં અને જો તે કોઈ ની પીડાં ને સમજશે તો પછી કોઈ નુ મૃત્યુ જ ન થાય. અગ્નિ જો બીજા ની પીડા સમજે તો કોઈ બળે જ નહી. એજ રીતે ચોર પણ કોઈ ની પીડા નથી સમજતું અને અંતે બાળક પોતાના બાલ્યાવસ્થા ને લીધે ઓછી બુદ્ધિ હોવા થી કોઈ ની પીડાં તેમજ ભાવનાઓ સમજી શકતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.