ભારતીય ક્રિકેટ મા શોક નું વાતાવરણ, ચાલુ મેચ દરમિયાન આવ્યો એટેક, હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ થયુ નિધન

આજ સુધીમા ક્રિકેટના મેદાન પર જ ઘણા ખેલાડીઓનો જીવ જતો રહ્યો છે અને આવુ જ કંઇક મંગળવાર ના રોજ ત્રિપુરાની રાજધાની અગરતલામા પણ થયુ હતુ. મીડિયાના અહેવાલ અનુસાર, ત્રિપુરાની અંડર-૨૩ ટીમના ખેલાડી મિથુન દેબબર્મા ને હૃદય રોગનો હુમલો આવતા ચાલુ મેચ દરમિયાન તેનુ મોત નીપજ્યુ હતુ. મિથુન દેબબર્મા ને મેચ દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ તેનુ નિધન થઇ ગયુ હતુ.

મળતી વિશેષ માહિતી અનુસાર મંગળવાર ના રોજ અગરતલાના મહારાજા બિર વિક્રમ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી. જેમા મિથુન દેબબર્મા પણ રમી રહ્યો હતો. મિથુન ફીલ્ડિંગ કરી રહ્યો હતો તે સમયે જ અચાનક મેદાન પર પડી ગયો હતો. મિથુનને બેભાન થતો જોઇને તેના સાથી ખેલાડીઓએ તેને ઉઠાવી અને નજીકની ઇન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમા લઇ ગયા હતા. જ્યા તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોએ મિથુનના મોત પાછળનુ કારણ હૃદય રોગનો હુમલો કહ્યુ હતુ, જે જાણીને દરેક લોકો હેરાના જ રહી ગયા હતા.

ડોક્ટરોએ જાણકારી આપી કે મિથુન દેબબર્માને ગંભીર હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેનુ નિધન દવાખાને પહોંચ્યા પહેલા જ થઇ ગયુ હતુ. મિથુનને આટલી ઓછી વયે હૃદય રોગનો હુમલો આવ્યો તેનુ કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યો છે. મિથુનના મોતના સમાચાર સાંભળી ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ ડો. માનિક શાહ પણ તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘણા મોટા ક્રિકેટર પણ આ ઘટના ની ખબર સંભાળતા જ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ ઉપરાંત એ પણ જણાવી દઇએ કે ક્રિકેટના મેદાન પર હાર્ટ એટેકની આ પહેલી જ ઘટના નથી. આ વર્ષે ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડગે ની પણ એક ક્લબ મેચ દરમિયાન જ હાર્ટએટેક ના કારણે મોત નીપજ્યુ હતુ. નવી મુંબઇમા પણ એક ટૂર્નામેન્ટ દરમિયાન સંદીપ ચંદ્રકાંત મહાત્રેની આશરે ૩૬ વર્ષની વાયમા હાર્ટ એટકે આવવાને કારણે મોત થયુ હતુ. ગત વર્ષે ભોપાલમા પણ એક રેલવે ક્રિકેટરનું પણ મેચ દરમિયાન જ હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.