અમદાવાદ ની નેહાએ બે બેડરૂમવાળા ઘર મા નવ લોકો વચ્ચે કરી પરીક્ષા ની તૈયારી, અંતે મેળવ્યા ૯૮.૮૬ પર્સેન્ટાઇલ, આપો શુભેચ્છાઓ !

હાલ મા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નુ ધો. ૧૨ સાયન્સ નુ ૭૧.૩૪ ટકા પરિણામ જાહેર કરવામા આવ્યું હતું. આજ ના આર્ટીકલ મા વાત કરવી છે આવી જ એક વિદ્યાર્થીની ની કે જેને પોતાના પરિશ્રમ થી સફળતા મેળવી છે.

અમદાવાદ ના સીટીએમ પાસે આવેલા હનુમાનનગરમા રહેતી નેહા યાદવ નામની વિદ્યાર્થીનીએ ૯૮.૮૬ ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા છે. નેહા ના પિતા રોડ પર લીલુ ઘાસ વેચવાનો ધંધો કરે છે. બે રૂમમા નાના અમથા ઘર મા નવ લોકો ની વચ્ચે રહી તેને ધો. ૧૨ સાયન્સ ની પરીક્ષા ની તૈયારી કરી હતી અને આજે ૯૮.૮૬ ટકા પર્સેન્ટાઇલ મેળવી પરિવાર ને ખૂબ જ ખુશ કરી દીધા છે.

૧૨ સાયન્સ ની પરીક્ષા શરૂ થતા જ શરૂ કરી દીધી હતી તૈયારીઓ:

ધો. ૧૨ સાયન્સ નુ અમદાવાદ શહેર નુ ૭૪.૫૮ ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમા સીટીએમ પાસે રસ્તા પર લીલું ઘાસ વેંચતા રાકેશભાઈ યાદવની પુત્રી નેહા ને ૯૮.૮૬ ટકા પર્સેન્ટાઇલ આવ્યા છે. નેહાએ એક સમાચારપત્ર સાથે કરેલી વાતચીત મા જણાવ્યું હતું કે અમે જોઇન્ટ ફેમિલીમા રહીએ છીએ. મારુ ઘર ઘણું નાનું છે અને તેમા માત્ર બે જ રૂમ છે અને તેમા અમે નવ લોકો સાથે રહીએ છીએ. મે ૧૨ સાયન્સ ની પરીક્ષા શરૂ થતા જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

વધુ જણાવતા તે કહે છે કે તેણે બુક્સ પર વધુ ધ્યાન આપ્યુ હતુ. બુક્સ માંથી જ તમામ પ્રકાર ની તૈયારીઓ કરી હતી. તે એક સાથે વાંચવા ની જગ્યાએ થોડા-થોડા સમયાન્તરે અભ્યાસ કરતી હતી. ટ્યુશન અને સ્કૂલમા અભ્યાસ કરાવવામા આવતો હતો તેના પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. તેની મેહનત અને લગન ને લીધે પરિણામ પણ સારું આવ્યું. આગળ શું કરીશ તે હજુ તેને નક્કી નથી કર્યું. હવે તે ગુજકેટ ની પરીક્ષા ની તૈયારી કરે છે. તેણે વિદ્યાર્થીઓ ને સૂચવ્યું છે કે બુક્સ જ વાંચવી જોઈએ બીજા ના કેહવા મુજબ બીજી કોઈ બુક્સ કે મટીરીયલ વાંચવા પર ધ્યાન આપવુ જોઈએ નહીં.

સરકારી કોલેજ મા પ્રવેશ મળશે તો ડોકટર બનશે

નેહાના પિતા રાકેશભાઈએ જયારે જણાવ્યું કે હું ઘાસ વેચવાનો ધંધો કરું છું અને આગળ પણ દીકરી ને વધુ ભણાવવા ની ઈચ્છા છે. તેમની ઈચ્છા તેમની દીકરી ને ડોકટર બનાવવા ની છે. જો તેને સરકારી કોલેજ મા પ્રવેશ મળશે તો તેને ડોકટર બનાવશે કારણ કે ખાનગી કોલેજ મા અભ્યાસ કરાવવા જેટલી મુળી તેની આગળ નથી. આ માટે આપણે સવ તેને શુભેચ્છા પાઠવીએ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તેને સરકારી કોલેજ મા પ્રવેશ મળી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.