અમદાવાદમા આવ્યુ એક એવુ આઈસ્ક્રીમ કે જેને ખાવાનુ નહી કબાટમાં રાખવાનું થશે મન, જાણો શા માટે

મિત્રો , હાલ ઉનાળા ની મૌસમ તેનો કાળો કેર વરસાવી રહી છે અને લોકો ગરમી અને પરસેવા થી બેહાલ તથા ત્રસ્ત થઈ રહ્યા છે અને ઘણી વખત વધુ પડતી ગરમી ના કારણે ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ મા સંપડાઈ જાય છે. આ ગરમી થી રક્ષણ મેળવવા માટે લોકો ઠંડી વસ્તુઓ નુ સેવન કરતા હોય છે તેમા ની એક વાનગી છે આઈસ્ક્રીમ.

ઓહહ! આ આઈસ્ક્રીમ નુ નામ સાંભળતા જ મુખ મા પાણી આવી જાય છે. આપણે હાલ સુધી મા અનેકવિધ આઈસ્ક્રીમો ટેસ્ટ કર્યા હશે અને અનેકવિધ આઈસ્ક્રીમો નિહાળ્યા પણ હશે. પરંતુ , શુ તમે ક્યારેય સ્વર્ણ નો વરખ ચડાવેલ આઈસ્ક્રીમ નુ સેવન કર્યુ છે ? તમે પણ કહેશો કે શુ મજાક કરો છો ? પરંતુ , વાસ્તવિકતા મા આ પ્રકાર નો આઈસ્ક્રીમ બજાર મા મળે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

હમણા ગયા વર્ષે જ બોલીવુડ ના એક ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી હોંગકોંગ સફર પર હતા ત્યારે તેમણે હોંગકોંગ થી એક વિડીયો શેર કર્યો હતો. જેમા તેણી સ્વર્ણ ની પરત વાળા આઈસ્ક્રીમ નુ સેવન કરતી નિહાળવા મળી હતી. તેમનો આ વિડીયો કરોડો ફેન્સ દ્વારા જોવા મા આવ્યો હશે તથા શેર પણ કરવા મા આવ્યો હશે.

તેમાના અમુક લોકો એ આ આઈસ્ક્રીમ ખાવા ની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તો આ લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે કે તમે આ જ પેટર્ન નો આઈસ્ક્રીમ આપણા દેશ મા બેઠા પણ ખાઈ શકશો. મિત્રો , એડિબલ ગોલ્ડ ની ફેશન ઘણા સમય થી વિદેશો મા ચાલી રહી છે.

વિદેશો મા તમે ગોલ્ડ થી સુશોભિત આઈસ્ક્રીમ , ડોનટ્સ તથા પીઝા જેવી લકઝરીયસ આઈટમ્સ નિહાળી શકશો. ખાણી-પીણી ની આ વાનગીઓ આપણા બજેટ થી તો તદ્દન બહાર જ હોય છે. કઈક આ જ પ્રકાર ની લકઝરીયસ આઈસ્ક્રીમ લઈ ને આવ્યુ છે આપણા દેશ મા સ્થિર Haber and Holly આઈસ્ક્રીમ પાર્લર.

આ પાર્લર આપણા દેશ મા ત્રણ મુખ્ય જગ્યાએ ઉપલબ્ધ છે. મુંબઈ , અહેમદાબાદ અને હૈદરાબાદ. આ આઈસ્ક્રીમ ને Mighty Midas નામ આપવા મા આવ્યુ છે. આ આઈસ્ક્રીમ મા ૧૭ પ્રકાર ની સામગ્રીઓ ઉમેરવા મા આવે છે અને આ આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય એટલે અંતે તેમા ૨૪ કેરેટ શુધ્ધ સોના ની વરખ થી તેના પર ગાર્નિશિંગ કરવા મા આવે છે.

આ આઈસ્ક્રીમ ના ૧ સ્કૂપ નુ મુલ્ય ૧૦૦૦ રૂપિયા છે. તો આ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ નો લ્હાવો એક વખત અવશ્ય લેવા જેવો ખરો. ખાદ્ય સોના નો ટ્રેન્ડ ઘણા બધા લાંબા સમય થી ચાલી રહ્યો છે અને તેના કારણે ત્યા સ્વર્ણ ની પરત થી જડેલા આઈસ્ક્રીમ , ડોનટ્સ અને પિઝા મળી રહે છે. આ વસ્તુઓ ને તમે શ્રીમંતાઈ દેખાડવા માટે નુ એક નાટક પણ કહી શકો. કારણ કે આ વસ્તુઓ નુ મુલ્ય સામાન્ય માણસ ની ધારણા કરતા પણ ઊંચુ છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.