આલ્ફાવન મોલ ની સેલ્સગર્લ ને પતિએ જાહેરમા વાળ પકડીને મારી, ગુરુકૂળ પાસે બચી તો શાહપુરમા ફટકારી

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના આલ્ફાવન મોલમાં સેલ્સગર્લ તરીકે ફરજ બજાવતી યુવતીને તેના પતિએ એક સાગરીત સાથે મળીને સરકારી વસાહત વસ્ત્રાપુર પાસે મારામારી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં પતિથી બચવા માટે દોડીને રીક્ષામાં બેસી ગયેલી પત્નીનો આરોપીઓએ શાહપુર સુધી પીછો કર્યો હતો. તે પછી શાહપુરમાં પણ જાહેર રોડ પર પીડિત યુવતીને વાળ પકડીને આરોપીઓએ માર માર્યો હતો.

અમદાવાદા શહેરના વસ્ત્રાપુર વિસ્તારના આલ્ફાવન મોલમાં સેલ્સગર્લ તરીતે ફરજ બજાવતી ૨૧ વર્ષીય પ્રિયા(નામ બદલ્યુ છે) ના લગ્ન વર્ષ ૨૦૧૭ માં બળદેવ ચતુરભાઇ મકવાણા સાથે થયા હતા. જો કે, છેલ્લા બે મહિનાથી પતિ સાથે અણબનાવને કારણે પ્રિયા તેની બહેન ના શાહપુર ખાતેના ઘરે રહેતી હતી.

બુધવાર ના રોજ પ્રિયા તેની નોકરી પૂરી કરીને ચાલતી ગુરુકુળ રોડ તરફ જઈ રહી હતી. તે સમયે સરકારી વસાહતના ગેઈટ પાસે તેનો પતિ અને અન્ય શખ્સ તેની નજીક આવ્યા હતા. આ બન્નેએ ખુબ અપશબ્દો બોલીને પ્રિયાને માર મારતા તે દોડીને રિક્ષામાં બેસીને શાહપુર જવા નીકળી ગઈ હતી.

આરોપીઓ પણ પીછો કરતા શાહપુર પહોંચ્યા ગયા હતા જ્યા જાહેર રોડ પર જ પ્રિયાને વાળ પકડીને આરોપીઓએ હુમલો કરી માર માર્યો હતો. પતિએ હવે તું ક્યા જઇશ તેમ કહી ધમકી પણ આપી હતી. પ્રિયાએ બચવા માટે મોટેથી બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો ભેગા થઈ જતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.

આ કિસ્સા બાદ પ્રિયાએ વસ્ત્રાપુર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પતિ અને અન્ય શખ્સ વિરુદ્ધ કાયદાકીય ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસે પ્રાથમિક તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.