અક્ષય સાથે ફિલ્મ “પેડમેન”મા કામ કરી ચૂકેલી આ અભિનેત્રીએ કરી આત્મહત્યા

લોકડાઉન ના લીધે ઉત્પન્ન થતા માનસિક તણાવે આખરે એક વધુ સંઘર્ષ કરી રહેલી ટી.વી અભિનેત્રી નો જીવ લઈ લીધો છે. પ્રેક્ષા લોકડાઉન અગાવ જ મુંબઈ થી પોતાના ઘરે ઈન્દોર આવી ગઈ હતી અને મુંબઈ થી જતા પહેલા સુધી તેની પાસે કોઈ કામ નહોતું. ઘરે રહેતા તેને સતત લોકડાઉન ના લીધે બેરોજગારી ની સમસ્યા સતાવી રહી હતી અને આખરે ગયા સોમવારે રાત્રી મા તેણે પોતાના રૂમમા પંખા પર લટકી ને આત્મહત્યા કરી લીધી.

પ્રેક્ષા ની ઉંમર માત્ર ૨૫ વર્ષ ની હતી અને તે ટી.વી શો ક્રાઈમ પેટ્રોલ, મેરી દુર્ગા તેમજ લાલ ઈશ્ક ના એપિસોડમા નજરે આવી હતી. માત્ર ટી.વી જ નહીં પણ પ્રેક્ષા અક્ષયકુમાર ની ફિલ્મ “પેડમેન”મા પણ જોવા મળી હતી. તે ઈન્દોર ના બજરંગ નગરમા પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેની ઉંમર માત્ર ૨૫ વર્ષ ની હતી અને તેણે આત્મહત્યા તો રાત ના સમયે જ કરી લીધી હતી પરંતુ તેના ઘર ના બધા જ લોકો ને સવારે ખબર પડી.

આ ઘટના ની જાણકારી મળતા જ પ્રેક્ષા ને તેના ઘર ના સભ્યો દવાખાને લઈ ગયા. પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. કારણ કે ત્યાં સુધીમા તો પ્રેક્ષા આ દુનિયા ને અલવિદા કહી ચુકી હતી. લોકડાઉન થયું તે અગાવ જ પ્રેક્ષા તેના ઘરે આવી ગઈ હતી અને ત્યાર થી જ તે પરેશાન રેહવા લાગી હતી. આ કેસ ના ઈન્ચાર્જ રાજીવ ભદૌરિયા જણાવે છે કે પ્રેક્ષાએ એક સ્યુસાઈડ નોટ પણ મુકી હતી પરંતુ તેમાં આ આત્મહત્યા નુ કોઈ કારણ લખ્યુ ન હતું.

હજુ પણ તપાસ ચાલી રહી છે. પ્રેક્ષા પહેલા તાજેતરમા જ વધુ એક કલાકાર મનમીત ગ્રેવાલે લોકડાઉન દરમિયાન ઉભા થયેલા તણાવ ના લીધે આત્મહત્યા કરી લીધી હતી. તેમના ઉપર લાખો રૂપિયા નુ દેવું થઈ ગયું હોવા થી અને તે તેમના મિત્રો પાસે થી મદદ માંગવામા અચકતાવતા હોવા થી આ આવું પગલુ ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.