એક પણ ઋતુ માં નહિ બગડે અથાણું, અપનાઓ આ ટીપ્સ

દરેક ઘર માં અથાણું બનતું જ હોય છે. અલગ અલગ મસાલા ઓ માટે અલગ અલગ રીતો હોય છે. પણ તમને ખબર છે અથાણા કરવા માટે અમુક બાબતો નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. નાની નાની બાબતો ને ધ્યાન માં રાખી અને તમે અથાણા ને લાંબા સમય સુધી સાચવીને રાખી શકો છો. આવો જોઈએ અથાણા ને કઈ રીતે લાંબો સમય સાચવી રાખવા તે ટીપ્સ.


અથાણું બન્યા પછી અથાણા ને 4 ૫ દિવસ સુતર ના કપડા થી ઢાકી અને તડકે રાખી દો. આવું કરવાથી અથાણા માંથી નમી નીકળી જશે. અને અથાણું બનાવ્યા પહેલા મસાલા ને સારી રીતે  એક વાર સાતળી લેવા.  આવું કરવાથી તેમાં થી વધારાનું પાણી નીકળી જશે.  અને લાંબા સમય સુધી તે બગડશે નહિ.


અથાણા માં નમક એક પ્રીઝર્વેટીવ નું કામ કરે છે. જો નમક ની માત્રા ઓછી હોય તો પણ અથાણું બગડી જાય છે. અને જે અથાણું તેલ વાળું હોય તેમાં ધ્યાન રાખવું કે અથાણું તેલ ના ડૂબેલું રહે તે રીતે તેલ નાખવું જોઈએ. અને જો તમે કોઈ અથાણું બનાવો છો તો તેમાં પાણી જરાય પણ રહેવું જોઈએ.


રોજ ર્પ્જ અથાણું જોઈતું હોય તો તેને એક અલગ નાની કાચ ની બરણી માં કાઢી લેવું જોઈએ. આવું કરવાથી અથાણું બગડશે નહિ. અને મોટી બરણી વારે વારે ખોલવી પણ નહિ પડે. અને જો તમારે અથાણું કાઢવું હોય તો ભૂલ થી પણ ભીની ચમચી દ્વારા ન કાઢો આવું કરવાથી અથાણું બગડી જવાનો ભય રહે છે.


પાણી ના સંપર્ક માં જરાય ન આવવું જોઈએ અથાણા માં જરાય પણ પાણી આવે તો તે બગડી જવાનો ભય રહે છે. આ માટે સાફ કરેઈ ચમચી દ્વારા જ અથાણું કાઢવું. અથાણું બની જાય પછી દર બે મહીને તેને એક વાત તડકો જરૂર આપવો. આવું કરવાથી અથાણું બગડતું નથી અને તેમાં કોઈ દુષિત પદાર્થો ને પાણી હોય તો તે બળી જાય છે. વધુ સમય અથાણા ને એવું ને એવું રાખવા તેમાં સિરકો ઉમેરવો આ સિરકો ઉમેરવા થી પણ લાંબા સમય સુધી અથાણું એવું ને એવું જ રહે છે.


લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.