અહી ૮૦ વર્ષની મહિલા પણ લાગે છે ખુબ જ સુંદર અને યુવાન, સત્ય જાણીને રહી જશો દંગ

આપણે દરેક લોકો જાણીએ છીએ કે લોકોની ઉંમર જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેની સુંદરતા ઘટતી જાય છે. જ્યારે લોકો યુવાવસ્થામાં હોય ત્યારે તે સૌથી વધુ સુંદર દેખાતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા દેશ વિશે કે જ્યાં દેશની અંદર રહેતી મહિલાઓ 80 વર્ષની હોય તો પણ 23 વર્ષની ઉંમર જેટલી જ દેખાતી હોય છે.

જી હા, મિત્રો પાકિસ્તાનના એક ખાસ વિસ્તારની અંદર હુંઝા વંશ ની પ્રજાતિ રહે છે જે ની મહિલાઓની ઉંમર ૮૦ વર્ષની હોય તો પણ તે જાણે 40 વર્ષની મહિલા હોય તેવું લાગે છે. એટલું જ નહીં પરંતુ આ વર્ષની પ્રજાતિના પુરુષો પણ ૯૦ વર્ષે પિતા બની શકે છે.

આ પ્રજાતિ પાકિસ્તાનના ઉત્તર પહાડી વિસ્તારમાં રહે છે અને અહીંના લોકો સરેરાશ 120 વર્ષ કરતા પણ વધુ ઉંમર જીવતા હોય છે. અહીંનું વાતાવરણ કુદરતી છે કે જેથી કરીને અહીં રહેતા લોકો એના ચહેરા ઉપર વધતી જતી ઉંમર ની નિશાની દેખાતી નથી. જેથી કરીને મોટી ઉંમર હોવા છતાં પણ તે એક સારી રીતે ખૂબ જ તંદુરસ્ત હોય છે. અને તે મોટી ઉંમરે પણ યુવાન જેવા જ દેખાતા હોય છે.

આ પ્રજાતિ ઉપર અને આ વિસ્તારની અંદર રહેતા લોકો ઉપર અનેક પ્રકારની રિસર્ચ કરવામાં આવી છે. અને તેના ઉપર ઘણી બૂકો પણ લખવામાં આવી છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે આ પ્રજાતિના લોકો પાકિસ્તાનની અન્ય પ્રજાતિના લોકો કરતા ઘણા અલગ છે. આ પ્રજાતિ પ્રમાણમાં વધુ શિક્ષિત છે અને સાથે સાથે તે જે જગ્યાએ રહે છે ત્યાં કુદરતનો પૂરતો ઉપયોગ કરી અને તે પોતાનું સ્વાસ્થ્ય સારું જાળવી રાખે છે. જેથી કરીને આ લોકો કાયમી માટે તંદુરસ્ત રહે છે. પાકિસ્તાનના પહાડી વિસ્તારમાં અંદાજે ૮૫ હજાર કરતા પણ વધુ લોકો આ પ્રજાતિના જોવા મળે છે.

પાકિસ્તાનની અંદર રહેતા હુંજા પ્રજાતિના લોકો સામાન્ય રીતે બાજરો, જવ તથા ઘઉંના લોટનો ઉપયોગ કરે છે. સાથે સાથે તે પોતાના શરીરને મજબૂત બનાવવા માટે વિવિધ પ્રકારની કસરતો પણ કરે છે. અને તે જે જગ્યાએ રહે છે તે જગ્યાએ સામાન્ય રીતે તેના રોજમર્રાના કામ કરવા માટે પણ તેને અથાક પરિશ્રમ કરવો પડતો હોય છે. જેથી કરીને તેનું શરીર કસાયેલું રહે છે. આવા લોકો ખાસ પ્રસંગો ઉપર માસ ખાવાનું પસંદ કરતા હોય છે.

પહાડી વિસ્તારમાં રહેતા આ લોકો દિવસ દરમિયાન માત્ર બે જ વખત જમવાનું ખાતા હોય છે. પહેલું ભોજન તે બપોરના સમયે અંદાજે ૧૨ વાગ્યાની આસપાસ લે છે. અને બીજું ભોજન તથા રાત્રીના સમયે અંદાજે આઠ વાગ્યાની આસપાસ લે છે. આ લોકો સવારના નાસ્તામાં કોઈપણ પ્રકારની ચા કે કોઈપણ પ્રકારની અન્ય વસ્તુઓનું સેવન કરતા નથી. અને આથી જ આ લોકોની જીવનશૈલી તેના લાંબા આયુષ્ય માટે નું સૌથી મોટું કારણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.