એક ચોંકાવનારો ખુલાસો, સોશિયલ મીડિયામા તમારા બાળકોના ફોટા શેર કરતા પહેલા જાણો, નહીતર…..

મિત્રો આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન છે પણ તે આ સ્માર્ટ ફોન નો કઈ રીતે ઉપયોગ કરે છે તે ખૂબ જરૂરી છે. ઘણા લોકો એવા હોય છે જે જોર જોર માં પોતાના સંતાનો ના ફોટો સોશિયલ મીડિયા શેર કરી ડે છે પણ હવે ચેતી જજો નહિતો તેનું પરિણામ ભયંકર આવી શકે છે. તેમ છતાં પણ મોટેભાગના માતા-પિતા પોતાના બાળકોના ફોટો તેમને પૂછયા વગર જ સોશિયલ મીડિયા પર ઓનલાઈન શેર કરી દેતા હોય છે. આ વાતનો ખુલાસો એક સાયબર સુરક્ષા કંપનીએ પોતાના સર્વેમાં કર્યો છે.

આ બાબત માં કરેલા એક સર્વે પ્રમાણે ૪૦ ટકા ભારતીય મધર ફાધર તેમના બાળક ના ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિવસમાં ઓછામાં ઓછું એક વાર શેર કરે છે તથા 36 ટકા અઠવાડિયામાં એકવાર પોતાના બાળકનો ફોટો પોસ્ટ કરે છે. દિવસમાં એક વાર બાળકોની ફોટો શેર કરવાવાળામાં મેટ્રો શહેરો સૌથી આગળ છે. બાળકોના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરવાથી ઘણું મોટું નુકશાન ભોગવવું પડી શકે છે. જયારે બાળકોના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરો છો ત્યારે તમે કલ્પના પણ ન કરી શકો એવી મોટી મુશ્કેલીમાં તમે પોતાના બાળકને નાખો છો.

તમે જોયું હશે કે ઘણા પેરેન્ટ્સ તો તેમના બાળક ના નહાતા, કે કપડાં વિનાના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરે છે. પરંતુ આમ કરીને તેઓ ફક્ત બાળકની પ્રાઇવસીમાં જ દખલ નથી કરતા પરંતુ સાથે જ સાયબર ક્રાઇમને પણ બઢાવો આપો છો. તમારા બાળકના ફોટોસ ઓનલાઈન પોસ્ટ કરીને તમે બદમાશોને તમારા બાળકોના ફોટોઝ ખોટી રીતે ઉપયોગ કરવાનો મોકો આપો છો.

સાયબર એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ માણસ આ રીત ફોટો શેર કરે છે ત્યારે તેનું સોશિયલ નેટવર્ક યુઝર્સની લોકેશન ટ્રેક થઈ શકે છે. એથી ફોટો પોસ્ટ કરતા પહેલા માતાપિતાએ પોતાની લોકેશન ઑફ રાખવી જોઈએ. ખાસ કરીને ત્યારે જયારે તેઓ ઘરથી દૂર હોય. આ સિવાય તેઓએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકોના ફોટો કે વિડીયો ફક્ત ઓળખાણ વાળા લોકો સાથે જ શેર કરે. કારણકે આજકાલ અપરાધી લોકેશનને ટ્રેક કરીને અપરાધને અંજામ આપે છે. જેના કારણે ઘણી વખત બાળયૌન શોષણ, પીછો કરવો, અપહરણ, સાયબર ધમકી જેવા ગુનાઓ સામે આવ્યા છે.

ઘણી વખત બાળકોના પેરેન્ટ્સ જોર જોર માં પોતાના બીમાર કે ઈજાગ્રસ્ત બાળકની તસ્વીર શેર કરે છે પણ તેનાથી નુકશાન એ થાઈ છે કે આ પોસ્ટને તરત જ લાઈક્સ મળવા લાગે છે. અને લોકો બાળક વિશે પૂછવા લાગે છે કે બાળક ઠીક છે કે નહિ. પેરેન્ટીંગ એક્સપર્ટના જણાવ્યા મુજબ આ એક વ્યસન બની શકે છે અને માતાપિતા બાળકનું ધ્યાન આપવાનું છોડીને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવા લાગશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.