એક એઠવાડિયા સુધી આ ઉપાય કરવાથી ગોઠણમાં થતાં સાંધાના દુખાવા થઈ જશે જડમૂળથી દૂર

મિત્રો આજે લગભગ દરેક વ્યક્તિ માં જેમ ઉમર વધે છે તેમાં ગોઠણનો દુખાવો પણ વધતો જાય છે. ગોઠણમાં થતો આ દુખાવો વા ના કારણે કે પછી ગઠીયા રોગને કારણે થાય છે. અમુક લોકોનું એવું પણ કહેવું છે કે ગોઠણની ગાદી ઘસાઈ જવાના કારણે પણ આ દુખાવો થાય છે. જે પછી યુરિક એસીડ નુ શરીરમાં ઘણું વધી જવાથી પણ તેના દુખાવાનું કારણ છે. આ દુખાવો અમુક સમયે અસહનીય બની જાય છે. અમુક લોકો કસરત કરીને દુખાવાથી થોડા અંશે રાહત મેળવી લે છે. પણ સમય જતાં ફરી દુખાવો થવા લાગે છે.

દરેક લોકો જાણે છે કે જો ગોઠણ યોગ્ય રીતે કામ નહીં કરે તો હરવા ફરવામાં ખૂબ પ્રોબ્લેમ થાઈ છે. જેનાથી ગોઠણને વાળવા અને સીધા કરવા પણ મુશ્કેલ બની જાય છે. ઘણા વડીલોને ગોઠણ વાળતી વખતે ખસી જવા કે તુટવા જેવો અવાજ પણ આવવા લાગે છે. પણ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવો ઉપાય કે જેના દ્વારા ગોઠણ નો દુખાવો ઓછો જ નહી પણ જડ મૂળ માથી દુર થઇ જશે.

જરૂરી સામગ્રી

૧ નાની ચમચી હળદર
૧ ચમચી મધ
ચપટી ભર ચૂનો

બનાવવાની અને ઉપયોગ કરવાની રીત
સૌ પ્રથમ તમારે ઉપર જણાવેલી ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવાની છે. અને ત્યાર બાદ તેમાં થોડું એવું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરવાની છે. તમે આ પેસ્ટ થોડી વધારે પણ બનાવી શકો છે જેથી બંને ગોઠણ પર ઓછી ન પડે. હવે આ પેસ્ટને તમારે તમારા ગોઠણ પર લગાવીને તેની માલીશ ૧૦ મિનિટ સુધી કરવાની છે. આ કામ બને તો રાત્રે સુતી વખતે પણ કરવાનું છે.

જ્યારે માલિશ પૂરી થઇ જાય ત્યાર બાદ તમારે તેની ઉપર સુતરાઉ કપડું કે બેન્ડેજ બાંધી લેવાની છે અને સુઈ જવાનું છે. સવારે ઊઠીને આ જગ્યા પર હુફાળું પાણી નાખીને તેને ધોઈ લો. આ ઉપાયથી તમારો દુખાવો ઘટતો જશે અને આ ઉપાય સતત સાત દિવસ સુધી કરવાનું છે. અને તમારો દુખાવો કેવો પણ હોય મૂળમાંથી દુર થઇ જશે.

આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું
ગોઠણના દુખાવાને દુર કરવા માટે તમારે થોડી વસ્તુનું ધ્યાન પણ રાખવાનું થશે. આ સમય દરમિયાન તમારે ચરબીયુકત અને પ્રોટીનયુક્ત વસ્તુ ખાવાની નથી. ઉપરાંત બટેટા, શિમલા મરચું, લીલા મરચા. લાલ મરચા, વધુ મીઠું, રીંગણ પણ ન ખાવા.

જ્યારે તમે આ પેસ્ટ લગાવીને ગોઠણ સાફ કરી લો છો ત્યાર બાદ ગરમ અને બરફ પેડ્સ થી ગોઠણ નો શેક કરો. હંમેશા ગોઠણ નીચે ઓશીકું રાખવું. આવા દર્દીઓએ વધુ લાંબા સમય સુધી પગ પર ઉભા ન રહેવું. બને ત્યાં સુધી પગ ને આરામ આપવો.

જો શક્ય હોય તો સવારે ભૂખ્યા પેટે ત્રણ થી ચાર અખરોટ ખાવ, પાલક ખાવ, સરગવો ખાઓ અને બધાજ ખોરાક વિટામીન ઈ હોય તેવા પસંદ અને આ વાતોનું ધ્યાન રાખો કે સાથે સાથે આ ઉપાય કરો તો તમારો ગોઠણ નો દુખાવો મૂળમાંથી દુર થઇ જશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.