એક એવું તેલ જે તમારા ટાલિયા માથા પર વાળ ઉગાડી અને સફેદ થયેલા વાળને કાળા

મિત્રો હાલ ના લોકો ની જીવનશૈલી એટલી બધી આધુનિક અને વ્યસ્તતા ભરેલી થઈ ગઈ છે કે લોકો ને પોતાના સ્વાસ્થ્ય વિશે વિચારવા નો સમય જ નથી રહેતો. આ આધુનિક જીવનશૈલી મા તે એટલા રચ્યા-પચ્યા રહે છે કે તેમની પાસે યોગ્ય આહાર તથા યોગ્ય ઊંઘ લેવા નો સમય જ નથી અને પરિણામે તેઓ શારીરિક તથા માનસિક સમસ્યાઓ થી પીડાઈ છે. આ સમસ્યાઓ મા ની એક સમસ્યા છે ટાલિયાપણુ.

હાલ માર્કેટ મા ભેળસેળવાળી વસ્તુઓ નુ પ્રમાણ એટલુ વધી ગયુ છે કે લોકો વાળ ને લગતી અનેક સમસ્યાઓ થી પીડાય છે જેમ કે , વાળ ખરી જવા , વાળ યોગ્ય રીતે ના ઉગવા , અકાળે વાળ સફેદ થઈ જવા વગેરે જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે. આ સમસ્યાઓ ને દૂર કરવા માટે હાલ એક આયુર્વેદીક હેરઓઈલ વિશે ચર્ચા કરીશુ. જો તમે પણ આ વાળ ને લગતી સમસ્યા થી પીડાતા હોવ તો આ જાસૂદ નુ તેલ તમારા માટે કારગર ઈલાજ સાબિત થઈ શકે.

જાસૂદ નો ઉપયોગ પ્રાચિનકાળ થી વાળ માટે કરવા મા આવે છે કારણ કે , આ જાસૂદ મા એવા પોષકતત્વો સમાવિષ્ટ છે જે શરીર મા માથા ના ભાગ મા રક્ત નુ વ્યવસ્થિત રીતે પરિભ્રમણ કરવા મા સહાયરૂપી બને છે તથા વાળ ને જડમૂળ થી મજબૂત બનાવે છે. જાસુદ નુ તેલ એટલુ બળશાળી છે કે તે વાળ ને લગતી કોઈપણ સમસ્યા દૂર કરવા નુ સામર્થ્ય ધરાવે છે. તો આ ઓઈલ કેવી રીતે બનવવુ તેના વિશે માહિતી મેળવીએ.

સૌપ્રથમ ૪ જાસૂદ ના ફૂલ લો. જો વધુ મળે તો વધુ લઈ લેવા કારણ કે અંદાજિત ૨૫૦ મી.લી. ઓઈલ મા ૮-૧૦ જાસૂદ ના ફૂલ ઉમેરી શકાય. પરંતુ , આપણે અહી ૪ ફૂલો નો જ ઉપયોગ કરીશુ અને આ સાથે બીજી વસ્તુ છે નારિયલ નુ તેલ. હવે આપણે આ જાસૂદ નુ તેલ ને કોકોનટ ઓઈલ મા જ બનાવીશુ કારણ કે , કોકોનટ ઓઈલ એ વાળ ના જડમૂળ સુધી ઉતરી જાય છે અને તે માટે આ બન્ને વસ્તુઓ ને એક લોખંડ ની કડાઈ મા જ ભેળવી લેશુ.

ઉનાળા ની મૌસમ મા તો કોઈ સમસ્યા નથી આવતી પરંતુ , શિયાળા ની મૌસમ મા આ ઓઈલ જામી જાય છે. માટે આ ઓઈલ ને ઉપયોગ મા લેતા પૂર્વે થોડુ ગરમ કરી લેવુ. હવે નારીયેળ નુ તેલ ગરમ થાય એટલે તેમા જાસૂદ ના ફૂલ ઉમેરી દેવા અને ચૂલ્લો એકદમ મધ્યમ આંચ પર રાખવો કે જેથી ઓઈલ ઊડે નહી. જેમ-જેમ ફૂલો ઓઈલ મા મિક્સ થતા જશે તેમ-તેમ ઓઈલ નો રંગ પણ પરિવર્તિત થતો રહેશે. અંદાજિત ૭-૮ મિનિટ સુધી આ ઓઈલ ને ચૂલ્લા પર મધ્યમ આંચ પર ઉકળવા દેવુ.

આ કડાઈ મા રહેલા ફૂલ કાળા પડી જાય એટલે ચૂલ્લો બંધ કરી ઓછા મા ઓછા ૩-૪ કલાક ના સમયગાળા માટે આ ઓઈલ ને સાઈડ મા ઠંડુ થવા માટે રાખી દેવુ. જો તમે ઈચ્છો તો ૪ કલાક થી વધુ પણ રાખી શકો છો. જેથી ફૂલ નો સંપૂર્ણ અર્ક આ ઓઈલ મા આવી જાય. આ ફૂલ નો અર્ક ઓઈલ મા ભળી જાય એટલે આ ઓઈલ ને એક અન્ય પાત્ર મા ગરણી ની મદદ થી ફૂલો ને નીચોવી ને ગાળી લેવુ.

આ ઓઈલ ને ગાળતા સમયે એક મોટુ પાત્ર લેવુ તથા ફૂલો મા થી ઓઈલ ને વ્યવસ્થિત રીતે નીચોવી ને ઓઈલ ને ગરણી વડે ગાળવુ. જેથી , ઓઈલ ઘાટુ થઈ જશે. આ ઓઈલ નો અઠવાડિયા મા ત્રણ વખત ઉપયોગ કરવો. રાત્રે સૂતી વખતે આ ઓઈલ દ્વારા માથા ની માલિશ કરી ને પરોઢે ઊઠી ને સ્નાન કરતા સમયે શેમ્પૂ વડે વાળ ધોઈ નાખવા મા આવે તો વાળ એકદમ લાંબા , કાળા , ઘાટા તથા આકર્ષક બને છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવજો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.