આવુ છે બોલીવુડ ના એક્શન હીરો ટાઇગર શ્રોફ નુ ઘર, સહપરિવાર રહે છે અહિયાં

પોતાની દમદાર બોડી ની સાથોસાથ જબરદસ્ત એક્શન સીન અને શાનદાર ડાન્સ ને લીધે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ટાઇગર શ્રોફે બોલીવુડ મા પોતાની એક ખાસ જગ્યા બનાવી ચુક્યા છે. બહુ ઓછા સમયમા તેણે ઘણી લોકપ્રિયતા મેળવી લીધી છે. એમની લોકપ્રિયતા તો આ સમયે ચરમસીમાએ છે, સાથોસાથ બોક્સ ઓફિસ પર પણ તેની બોલબાલા છે અને એમણે ખુદ ને સાબિત કરીને દેખાડી દીધા છે. એ રીતે ટાઇગર શ્રોફ હવે સફળતા ની સીડીઓ ચઢતા જઈ રહ્યા છે.

ટાઇગર શ્રોફ પોતાના જમાના ના પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફ ના પુત્ર છે. ટાઇગર હમણા તો પોતાની ફિલ્મો કરતા વધુ પોતાની રિલેશનશિપ ને લઈને ચર્ચાઓ રહે છે. હમણા તો તેમનુ નામ દિશા પટાની સાથે ખુબ જ ચર્ચાઈ રહ્યું છે. તેમની જેમ દિશા પણ એક બોલીવુડ અભિનેત્રી છે અને તેમને ડાન્સ નો ઘણો શોખ છે. બંને ઘણી સામાજિક અવસરો પર સાથે જોવા મળ્યા છે. ખુબ જ ઓછા સમયમા ટાઈગરે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી લીધી છે. મુંબઈ ના કાર્ટર રોડ પર તે પોતાના પરિવાર સાથે રહે છે. તેમનુ ઘર ખુબ જ આલીશાન છે.

છેલ્લા બે વર્ષ થી તેમનો પરિવાર અહીંયા જ રહે છે. ટાઇગર ના સી-ફેસિંગ ઘર થી અરબ સાગર નો સુંદર નજારો જોવા મળે છે. આ ઘર ની કિંમત ૫૬ કરોડ રૂપિયા છે. બોલીવુડ ના મિસ્ટર પર્ફેકનિસ્ટ આમિર ખાન પણ આ બિલ્ડિંગ મા જ રહે છે. બિલ્ડિંગ ના ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર ટાઇગર નુ ઘર છે. તેમણે પોતાના ઘર ને ખુબ જ સુંદર રીતે સજાવીને રાખ્યુ છે. અહીંયા તેમની જીવનશૈલી મુજબ ની બધી જ સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે. બન્ને ભાઈ બહેન ફિટનેસ પર ખુબ જ ધ્યાન રાખે છે માટે તેમના ઘરમા એક જિમ પણ છે.

તેમના ઘર ની દીવાલો સફેદ રંગ ની છે અને જે દેખાવમા ખુબજ રોયલ લાગે છે. ઘર ના ફર્શ ને સુંદર તેમજ મોંઘા કાર્પેટ થી સજાવેલા છે. હોલ ની સામે ની આખી દીવાલ કાંચ ની છે. હોલ ની અંદર સાઈડ ટેબલ પર ટાઈગર ની એક તસ્વીર પણ જોવા મળશે. હાલમા જ તેમણે પોતાના પૈસા થી એક બી.એમ.ડબ્લ્યુ ૫ સિરીઝ ની નવી કાર ખરીદી છે. તેમની આ લગ્ઝીરીય્સ કાર સફેદ રંગ ની છે. તેમને ગાડીઓ નો ખુબ જ શોખ છે. તેમની આ નવી કાર ની કિંમત ૪૯ લાખ રૂપિયા જાણવા મળી રહી છે. સૌથી મોટી વાત છે કે આ કારમા તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

થોડા સમય પેહલા જ ટાઇગર પોતાની આ નવી કાર સાથે મુંબઈ ના રસ્તા પર જોવા મળ્યા હતા. તેમની આવનારી ફિલ્મો ની જો વાત કરવામા આવે તો એ ફિલ્મ રેંબો ની સાથે હિરોપંતી ૨ ની તૈયારીઓમા છે. પ્રાપ્ત થી ખબરો પ્રમાણે બંને જ ફિલ્મો નુ શૂટિંગ જલ્દી જ શરૂ થવા જઈ રહ્યું છે અને ટાઇગર તેના માટે કમર કસી ચુક્યા છે. છેલ્લી વાર એ શ્રદ્ધા કપૂરની સાથે બાગી ૩ મા દેખાયા હતા. લોકડાઉન ના થોડા સમય પહેલા જ રિલીઝ થયેલ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.