આપણાં દેશને ક્યારે પણ નહીં આવે આંચ, આ ૩ દેશ ખડે પગે ઊભા રહીને આપશે સપોર્ટ

મિત્રો ભારત હાલ એક સ્વાતંત્ર દેશ છે પણ વર્ષો પહેલા આ દેશ કોઈક ની ગુલામી સહન કરી ચૂક્યો છે. આઝાદી પછી પણ અમુક ભારત ના પાડોશી દુશ્મન દેશો છે જે સ્વાતંત્ર સમય થી ભારત ને વારસામાં મળ્યાં છે. જેનાનો એક છે ચીન અને બીજો છે પાકિસ્તાન. આ ઉપરાંત પણ ભારત સામે દુષ્ટ નજરથી જોતાં દેશો છે જ. એમાંથી અમુક સાથે ભારતના સબંધો સંધાય છે અને થોડા વખતમાં તૂટે છે. અમુક ભેગા રહીને મરવી નાખે એવા પણ દેશો છે. વળી, જેમ-જેમ કોઇ વ્યક્તિ પ્રગતિ કરે છે એમ-એમ એમના દુશ્મોની સંખ્યામાં વધારો થાય છે, આ વિધાન રાષ્ટ્ર માટે પણ લાગુ પડે છે.

પણ હવે ચિંતા કરવાનું જરૂર નથી કેમ કે આપની પાસે જેમ બે દુશ્મન છે તેમ તેની સામે ત્રણ મિત્ર દેશ પણ છે. આ દેશો ભારત માટે સંકટ સમયમાં હંમેશા સાથે રહ્યાં છે. વાત કરવી છે એવા ત્રણ રાષ્ટ્રોની જેણે ભારત સાથે સારા સબંધો પ્રસ્થાપિત કરવા ઉપરાંત તેને નિભાવી પણ જાણ્યાં છે. ભારતની અને આ દેશોની દોસ્તી ઊંડી છે. પાકિસ્તાન જ્યારે ભારત સામે છછૂંદરદાવ ખેલવાની કોશિશ કરે ત્યારે આ દેશો ભારતની પડખે રહે જ છે. આવો જાણીએ આ ૩ દેશો વિશે જેણે ભારત માટે ખરાર્થે મિત્રતા નિભાવી જાણી છે :

૧. ઇઝરાયલને
ભારત દેશ નો એક સારાં સારો મિત્ર દેશ હોય તો તે ઇઝરાયલ છે. આ દેશ ભારત નો મિત્ર હોવા છતાં આજ દિન સુધી ઈન્ડિયા નો કોઈ PM તેના પીએમ સાથે રૂબરૂ મુલાકાતે નથી ગયો પણ. હાલ પૈસા ની બરબાદી કહો કે પછી સારી મિત્રતા કહો ભારતના હાલ માં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ઈઝરાયેલનો પ્રવાસ ખેડીને ભારત-ઇઝરાયલના સબંધોને મજબૂત બનાવ્યાં છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ પણ ભારત સાથે સારાં સબંધો પ્રસ્થાપિત કરવા ઉત્સાહીત છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલે ભારતને ઘણીવાર મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો છે, જ્યારે જરૂર પડી ત્યારે શસ્ત્રોની ઇત્યાદિ મદદો પણ કરી છે. પાકિસ્તાન સામેના વિગ્રહ દરમિયાન પણ ઇઝરાયેલ ખડેપગે રહ્યું છે.

૨. જાપાન
ભારતના મિત્ર દેશો ના લિસ્ટ માં બીજા નંબરે આવે છે જાપાન. જેની સાથે ઈન્ડિયા ના ખૂબ સારા સબંધો છે અને તેનાથી બંને દેશો માં ઘણો વિકાસ થયો છે. પ્રધાનમંત્રી મોદી પ્રસંગોપાત જાપાનની યાત્રા કરે છે અને જાપાની રાજનેતાઓને પણ ભારત આવવા આમંત્રણ પાઠવે છે. ભારત પોતાની પ્રથમ બુલેટ ટ્રેન વિકસાવવા જઇ રહ્યું છે એ પ્રોજેક્ટમાં પણ જાપાનનો સહયોગ છે. જાપાની વડાપ્રધાન શિંજો આબે અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર એકબીજાનો સંપર્ક કરતાં રહે છે.

૩. રશિયા
વિશ્વ ની એક માત્ર મહાસતા એટ્લે થે ગ્રેટ અમેરિકા, મિત્રો તો ઘણા હોય પણ અમેરિકા જેવા તાકતવર મિત્ર મેળવવા ખૂબ મુશ્કેત છે. પણ આવા તાકતવત દેશ ને પણ હંફાવે એવો દેશ હોય તો એ છે રશિયા. તે અમેરિકા કરતાં પણ વધારે પાવરફૂલ રાષ્ટ્ર માનવામાં આવતું. અલબત્ત, આજે પણ રશિયા ઘણીહદે સુપરપાવર જ છે. ભારત અને રશિયાના સબંધો ઘણાં જુનાં છે. રશિયાએ હંમેશાં ભારતને શસ્ત્રો, વિમાનો, જહાજો પ્રદાન કર્યાં છે. પોતાની વૈશ્વિક વગ વાપરીને ભારતને ઘણીવાર ગંભીર પરિસ્થિતીઓમાં મદદ પણ કરી છે. આજે પણ ભારત સાથે રશિયાએ સારાં સબંધો જાળવી રાખ્યાં છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને નરેન્દ્ર મોદી વચ્ચે ઘણીવાર મુલાકાતો યોજાતી રહી છે. ભારતને અત્યાર સુધી લગભગ વિકટ સ્થિતીમાં રશિયાનો સાથ મળતો રહ્યો છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.