આને કહેવાય નોકરી!! આ નાનકડુ એવુ કામ કરવાના મળશે ૨૯ લાખ રૂપિયા સેલરી અને સાથે આલિશાન ઘર પણ…

આજના ઝડપી સમયમા ઘણા ભણેલા-ગણેલા લોકો પણ બેરોજગાર જોવા મળે છે. અને જો નોકરી મળી પણ જાય તો તેમની અપેક્ષા મુજબ પગાર પણ મળતો નથી. તેવામા લંડન ના નાઇટસબ્રિજ મા એક દંપતિએ એક એવી નોકરી બહાર પાડી છે કે જેના માટે તમે પણ અરજી કરવા માટે તૈયાર થઇ જશો. આ દંપતિને એક એવો વ્યક્તિ જોઇએ છે કે જે તેના બે કુતરાઓની સારસંભાળ સરખી રીતે રાખી શકે. તેના વળતરરૂપે તેઓ વાર્ષિક ૨૯ લાખ રૂપિયાનો વેતન આપવા તૈયાર છે.

આ દંપતિના ઘરમા બે ગોલ્ડન રિટ્રિવર કુતરાઓ પાળવામા આવ્યા છે અને તે પોતાના કામના કારણે મોટાભાગે ઘરની બહાર જ રહે છે. તેવામા તેઓ આ કુતરાઓની સારી રીતે સારસંભાળ કરી શકતા નથી. માટે આ દંપતી એક એવા વ્યક્તિની શોધમા છે કે જે આ કુતરાઓને સારી રીતે સાંભળવાનુ કામ કરી શકે.

વેતન ઉપરાંત આ દંપતિ તે વ્યક્તિને પોતાના ૬ માળના આલિશાન ઘરમા રહેવા અને જમવાની સગવડતા પણ આપી રહ્યુ છે. આ દંપતિએ ‘સિલ્વર સ્વાન સર્ચ’ નામની એક વેબસાઇટ પર આ નોકરી માટે જાહેરાત કરી છે. તેમા તેમણે જણાવ્યુ છે કે તેમને કેવા પ્રકારનો ઉમેદવાર આ નોકરી માટે જોઇએ છે. આ વેબસાઇટ પરથી જ તમે નોકરી માટે અરજી પણ કરી શકો છો.

આ દંપતિના કહેવા અનુસાર, તેમને એક એવો ઉમેદવાર જોઇએ છે કે જે પહેલા પણ કુતરાઓની સારસંભાળ લઇ ચુક્યો હોય એટલે કે કુતરાને સારી રીતે રાખવાનો અનુભવ હોય, તેને ઘર વ્યવસ્થિત રાખવાનો અનુભવ હોય, ભોજન સારી રીતે બનાવતા આવડતુ હોય, શરીરે સંપૂર્ણ ફિટ હોય, એક્ટિવ હોય અને સાથે જ વિશ્વાસનીય અને મહેનતી પણ હોય.

અહી ખાસ વાત તો એ છે કે આ નોકરીમા વ્યક્તિએ અઠવાડિયાના માત્ર પાંચ જ દિવસ એટલે કે સોમવાર થી શુક્રવાર સુધી જ કામ કરવાનુ છે. તેના બદલે તેને ૩૦,૦૦૦ થી ૩૨,૦૦૦ પાઉન્ડસ એટલે કે લગભગ ૨૯ લાખ રૂપિયાનો પગાર આપવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.