આને કહેવાય નસીબદાર, એક ડીલ અને કંપનીનો પટાવાળો રાતોરાત બની ગયો લાખોપતિ…

જયારે જયારે કોઈના ભાગ્યમા લક્ષ્મી લખાયેલી હોય ત્યારે ત્યારે તેને કોઈ પણ રોકી શકતુ નથી. આ વાતની સાબિતી આપતા એક કિસ્સામા એક સ્ટાર્ટઅપ કંપનીમા પટાવાળાનુ કામ કરતા એક કર્મચારીને આ કંપની બીજા ગ્રુપ દ્વારા ખરીદાતા પટ્ટાવાળા કર્મચારીને ૫૦ લાખ રૂપિયાની મોટી રકમ પ્રાપ્ત થઇ હતી.

મહારાષ્ટ્ર રાજ્યના દેશના મેટ્રો શહેર મુંબઈ સ્થિત મોબાઇલ સ્ટાર્ટઅપ કંપની ‘Citrus Pay’ ને ગયા વર્ષે ‘PayU’ દ્વારા ખરીદી લેવામા આવી હતી. આ અગમ્ય ડીલના કારણે તેના એક સ્ટાફમા પટાવાળા વર્ગના કર્મચારીને લાખોપતિ બનાવી દીધો છે. આ કર્મચારી કંપનીની શરૂઆતથી જ એટલે કે વર્ષ ૨૦૧૦ થી કંપનીની સાથે જોડાયેલો હતો.

કેવી રીતે મળી હતી નોકરી?

કંપનીના આ કર્મચારીનુ નામ છે કુમાર. જયારે કુમારના પિતાને ટી.બી. થયો હતો ત્યારે કુમારે તેના ભાઈ બહેનોને આર્થિક સહાય આપવા માટે થઇને શાળા છોડીને સ્થાયી નોકરી ગોતવી પડી હતી.

કુમારનો ભાઈ મુંબઈ શહેરમા એક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેમનો શેઠ એક બેન્કર હતો. કુમારના ભાઈએ તેના શેઠને કુમારની નોકરી માટે ભલામણ કરી હતી. તેનો શેઠ ‘Citrus Pay’ ના સ્થાપક જીતેન્દ્ર ગુપ્તાનો ખાસ મિત્ર હતો. તેની મદદથી ‘Citrus Pay’ ના શરૂઆતના સમયમા જ કુમારને કંપનીમા પરચુરણ કામો કરવાની નોકરી મળી ગઈ હતી.

કેવી રીતે રાતોરાત બન્યો પૈસાવાળો?

કુમાર મૂળ પૂર્વ ઉત્તરપ્રદેશ રાજ્યનો વતની છે. તેણે ‘Citrus Pay’ મા ૮૦૦૦ રૂપિયા શરૂઆતના પગારથી નોકરી ચાલુ કરી હતી.

કંપનીના શરૂઆતના કર્મચારી હોવાના કારણે કુમારનુ નામ ’employee stock ownership plan’ મા રજીસ્ટર કરવવામા આવ્યુ હતુ. તે સમયે કુમાર આ પ્લાન કઈ ખાસ રીતે સમજી શક્યો ન હતો પરંતુ તેણે જાણ્યુ કે આ પ્લાન વડે તેને લાંબા ગાળે ખુબ મોટો ફાયદો થઇ શકે છે.

જયારે નેધરલેન્ડ દેશની કંપની ‘PayU’ એ ‘Citrus Pay’ ને ૧૩ કરોડ ડોલરમા ખરીદી લીધી ત્યારે ’employee stock ownership plan’ મુજબ ૪૨ વર્ષની ઉમરના કુમારને ૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.

કુમારની પત્ની આ માનવા માટે તૈયાર જ ન હતી

કુમારે જયારે આ વાત તેની પત્નીને કહી ત્યારે તે આ વાત માનવા માટે તૈયાર જ ન હતી. પરંતુ ૩૦ નવેમ્બરે જયારે કુમારના બેન્ક એકાઉન્ટમા ૨૬ લાખ રૂપિયા આવ્યા ત્યારે આ સનાતન સત્ય વાત માન્યા વગર કોઈ છૂટકો જ ન હતો.

આ રકમથી હવે કુમાર શું કરશે?

કુમાર હાલ ૧૦૦ ચોરસ ફુટની એક રૂમની નાની એવી ઓરડીમા રહે છે. તે છેલ્લા ૭ વર્ષથી તેના પરિવારના ૧૦ સભ્યો સાથે શહેરના સબ-અર્બન વિસ્તારની ઝુપડપટ્ટી વિસ્તારમા રહે છે. આ રકમ વડે પણ તે શહેરમા તો મકાન નહિ જ ખરીદી શકે પણ તે મુંબઈની બહારના વિસ્તારમા તેના પરિવાર માટે એક સારું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યો છે.

તેણે પરિવાર માટે મેડીકલેઇમ એટલે કે હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મેળવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.