આ યુવકની કહાની પણ સ્લમડોગ મિલિયનેયર મુવી જેવી જ છે, અમેરિકા પહોંચીને આજે કમાઈ રહ્યો છે લાખો રૂપિયા.

મુંબઈના એક સ્લમ વિસ્તારમાં પોતાનું જીવન પસાર કરનારા જય કુમાર આજે અમેરિકા ના અમેરિકાની વજીનયા યુનીવર્સીટીમાં રીસર્ચ સ્કોલર તરીકે કામ કરી રહ્યા છે. જય કુમારનું જીવન કોઈ પ્રેરણાદાયક કહાની થી ઓછું નથી. જય કુમારે પોતાના બાળપણથી જ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને આજે તેમણે પોતાના જીવનમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે મેળવવાની ઈચ્છા કરોડો લોકો રાખે છે. ખુબ જ ગરીબ પરિવાર માંથી આવતા જય કુમાર આજે જે પણ બની શક્યા છે તેની પાછળ તેની માતાનો ખુબ મોટો હાથ છે.

તેની માતા ને ઘરમાથી કાઢી મુક્યા હતા :

જય કુમાર જયારે નાના હતા ત્યારે તેની દાદી અને દાદાએ તેમની માતાને તેમના ઘરમાથી કાઢી મુક્યા હતા. ઘરમાથી કાઢી મુક્યાના થોડા વર્ષો બાદ જય કુમારના પિતાએ તેમની માતા સાથે છૂટા-છેડા લઇ લીધા હતા. હવે જય કુમારની બધી જ જવાબદારીઓ તેમની માતા ઉપર આવી ગઈ હતી. તેમની માતાને ઘરમાથી કાઢી મુક્યા બાદ જય કુમારની માતા પોતાની માતા એટલે કે જાય કુમાર ની નાની સાથે રહેવા લાગી. પરંતુ જય કુમારની નાની ની તબિયત અચાનક જ ખરાબ થઇ ગઈ. ત્યાર બાદ ઘરની તમામ જવાબદારીઓ જય કુમારની માતા ઉપર જ આવી ગઈ હતી.

શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા :

જય કુમારના કહેવા અનુસાર તેની માતા પાસે એટલા બધા પૈસા ન હતા કે તે તેની શાળાની ફી ભરી શકે. એક વખત શાળાની ફી ન ભરવાને કારણે જય કુમારને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. શાળામાંથી કાઢી મુક્યા બાદ જય કુમારની માતાએ એક એનજીઓ ની મદદ માગી અને એનજીઓ ની મદદથી જય કુમાર પોતાનો અભ્યાસ ચાલુ રાખી પૂરો કરી શક્યા હતા.

સગા-સંબંધિઓએ ન કરી મદદ :

જય કુમારના કહેવા પ્રમાણે જે જગ્યા પર તે રહેતા હતા ત્યાં તેના ઘણા સગા-સંબંધિઓ ના ઘર પણ હતા. પરંતુ તેમના ખરાબ સમય દરમિયાન કોઈએ પણ તેમને સાથ આપ્યો નહી અને તેની મદદ પણ ન કરી.

ટેલીવિઝન ની દુકાન પર કર્યું કામ :

જય કુમારના કહેવા પ્રમાણે જયારે તે નાના હતા ત્યારે તેમની પાસે એટલા પૈસા ન હતા કે તે શાળાના બાળકો સાથે બહાર હરવા ફરવા જઈ શકે. એટલા માટે જયારે પણ શાળા માંથી કોઈ પીકનીક જતી હતી તો જય કુમાર તેમાં પોતાનું નામ ક્યારેય લખાવતો ન હતો. આ ઉપરાંત તેમની માતાની મદદ કરવા માટે જય કુમારે એક ટેલીવિઝન ની દુકાનમાં ઘણા સમય માટે કામ કર્યું હતું.

આ દુકાનમાં જય કુમાર ટીવી રીપેર કરવાનું કામ કરતા હતા અને તેમને દર મહીને ૪ હજાર રૂપિયા પગાર મળતો હતો. માત્ર એટલું જ નહિ બાળકોના પ્રોજેક્ટ કરવામાં પણ જય કુમાર પૈસા કમાય લેતા હતા. જેથી તે ઘર ચલાવવામાં પોતાની માતાની આર્થિક મદદ કરી શકે.

આજે કેટલા ડોલર કમાય છે :

જય કુમારે રાત દિવસ ખુબ મહેનત કરીને ઘણો અભ્યાસ કર્યો અને આ મહેનત ને કારણે જ આજે તે અમેરિકાની વજીનયા યુનીવર્સીટીમાં સ્કોલર તરીકે કામ કરી રહ્યા છે. જય કુમારના કહેવા પ્રમાણે તેમને અહિયાં દર મહીને ૨૦૦૦ ડોલર આપવામાં આવે છે. જેમાંથી તે ૧૫૦૦ ડોલર પોતાની માતાને મોકલે છે. આ યુનીવર્સીટી માંથી પોતાની પીએચડી ની ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ જય કુમારનું સપનું ભારત આવીને પોતાની એક કંપની શરુ કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.