આ રીતથી બનાવો દાળ-ઢોકળી બનશે એકદમ સ્વાદિષ્ટ અને લિજ્જતદાર આ રહી બનાવવા માટેની રેસિપિ

મિત્રો , આપણે સૌ એ વાત થી વાકેફ છીએ કે આપણા ગુજરાતી લોકો ખાવા-પીવા ના અત્યંત શોખીન છે. આખા વિશ્વ મા ગુજરાતીઓ ની ઓળખ તેના ભોજન થકી જ છે. આ ઉપરાંત જે કોઈ પણ એક વાર આ ગુજરાતી ના ઘર ની મહેમાનગતિ નો લાભ લઈ લે છે તે ક્યારેય પણ તેને વિસરી શકતુ નથી.

ગુજરાતીઓ ના ઘર મા આખા અઠવાડીયા મા અંદાજિત એકવાર તો દાળ ઢોકળી અવશ્ય બનતી જ હોય છે. પરંતુ , દરેક ના ઘર મા આ દાળ-ઢોકળી બનાવવા ની વિધિઓ જુદી-જુદી હોય છે. તો ચાલો એક વિધિ આજે હુ પણ આપના માટે લાવ્યો છુ.

દાળ-ઢોકળી બનાવવા માટે આવશ્યક સાધન-સામગ્રી :
ઘઉ નો લોટ – અડધો કપ , ચણા નો લોટ – ૧ બાઉલ , તેલ – ૧ ચમચી , અજમો – પા ચમચી , હળદર – પા ચમચી , નમક – સ્વાદ મુજબ , મરચુ – અડધી ચમચી , તુવેર ની દાળ – અડધો બાઉલ , કાચા સિંગદાણા – ૧ બાઉલ , પાણી – આવશ્યકતા મુજબ , કોથમીર – ૧ નંગ.

દાળ-ઢોકળી બનાવવા ની વિધિ :
દાળ-ઢોકળી બનાવવા માટે સૌથી પહેલા તુવરદાળ ને ૨-૩ વખત સરખી રીતે ધોઈ નાખો ત્યાર બાદ તેને અડધી કલાક ના સમયગાળા માટે પલાળી ને સાઈડ મા રાખી મૂકો. અડધા કલાક બાદ આ દાળ વ્યવસ્થિત રીતે પાણી મા પલળી જાય ત્યારબાદ તે પાણી ને દૂર કરી દો.

ત્યારબાદ કૂકર મા ૨ કપ પાણી ઉમેરી તેમા પલાળેલી તુવેર ની દાળ , આવશ્યકતા અનુસાર નમક અને કાચા સિંગદાણા ઉમેરી કૂકર નુ ઢાંકણુ બંધ કરી ચૂલ્લા પર મૂકી ને ત્રણ સીટીઓ વગાડી લો. આ ત્રણ સીટી વાગી જાય એટલે કૂકર મા થી હવા નીકળી જાય ત્યા સુધી રાહ જુઓ.

હવે ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ એક પાત્ર મા થોડો ઘઉ નો લોટ , ચણા નો લોટ , અજમો , નમક , હળદર , લાલ મરચુ પાવડર અને ઓઈલ આ બધી સામગ્રીઓ ઉમેરી ને તેમા થોડુ પાણી ઉમેરી ને એક વ્યવસ્થિત અને કઠણ લોટ તૈયાર કરો ત્યાર બાદ તેને ઢાંકી ને રાખી મુકવા.

ત્યારબાદ આ દાળ ને સારી રીતે ક્રશ કરી ને તેમા ચાર કપ જેટલું પાણી ઉમેરી આ દાળ વઘારી નાખવી. દાળ થોડી ઉકળે એટલે ચૂલ્લો મધ્યમ આંચ પર રાખો. ત્યારબાદ જે ઢોકળી નો લોટ બાંધ્યો છે તેના લૂવા તૈયાર કરી તેના પર ઓઈલ લગાવી પાતળી એવી રોટલી તૈયાર કરો. આ રોટલી ને ચોરસ શેપ મા કટ કરી ને તેને દાળ મા ઉમેરો.

તેને ઉકાળી ને પકવવા માટે મૂકી દો. ત્યારબાદ થોડા સમય માટે દાળ હલાવતા રહો. આ રીતે ૨૦-૨૫ મિનિટ માટે ઢોકળી ને દાળ મા પકવવી. દાળ મા ઢોકળી વ્યવસ્થિત રીતે પાકી જાય એટલે ગેસ બંધ કરી તેમા લીંબુ નો રસ ઉમેરો તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને લિજ્જતદાર ગરમા-ગરમ દાળ-ઢોકળી.

આ દાળ-ઢોકળી ને પ્લેટ મા કાઢી તેની પર કોથમીર ભભરાવી તેમા થોડુ ઘી ઉમેરીને સર્વ કરો. આ દાળ-ઢોકળી સાથે ભાત ખાવા મા આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.