આ રીતે તમારી ઘરે સાંજે બનાવો કઈક અલગ રીતે ચટપટો “ગ્રીન હાંડવો”, નોંધી લો આખી રેસીપી

હાંડવો એ આપણી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે અને વળી તે એકદમ પ્રોટિન્સ અને વિટામિન્સથી એકદમ ભરપૂર છે. અને આ હાંડવો એ એકદમ આદર્શ આહાર માનવામાં આવે છે અને જે ઓછી કેલરી ધરાવે છે. અને આ સિવાય તેને ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો અને આ એકલો પણ તમે તમારે ખાઈ શકાય છે. અને વળી તે એકમદ નહિ પણ નહિવત ઘી અને તેલમાં બનતો હોવાથી તે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. અને તેમાં તમે જુદા જુદા પોષક તત્વોના ફાયદાઓ પણ ઉમેરાય છે માટે જો તમે તેમાં આ શાકભાજી એ ઉમેરશો તો તમારે બાળકો તેમજ મોટાઓ માટે પણ ખૂબ જ મનભાવતો આહાર એ બની રહેશે.

બનાવવાની સામગ્રી

 • ૧ વાટકો હાંડવાનું ખીરૂ
 • ૧ કપ ચણાની દાળ, તુવેરની દાળ, મગની ફોતરાવાળી દાળ
 • ૧/૨ ટીસ્પૂન દહીં
 • ૧.૫ ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ
 • ૧.૫ ટીસ્પૂન તેલ
 • ૧ ટીસ્પૂન ખાંડ
 • ૩ થી ૪ ટીસ્પૂન તેલ
 • ૧ થી ૧.૫ ટીસ્પૂન રાઇના દાણા
 • ૧.૫ ટીસ્પૂન તલના દાણા
 • ૦.૫ ટીસ્પૂન હીંગ
 • ૧/૨ કપ ક્રશ કરેલી ભાજી તેમાં પાલકના પાન, મેથીના પાન અને કોથમીરના પાન
 • મીઠુ સ્વાદ અનુસાર
 • મેથીના દાણા પીસેલા
 • પાણી જરૂરીયાત મુજબ
 • લીલાં મરચાંની પેસ્ટ સ્વાદ મુજબ
 • ચપટી એક સોડા

ખીરૂ બનાવવા માટે

તમારે ખીરું બનાવવા માટે  ચણાનો લોટ અને તુવેરની દાળનો લોટ અને આ સિવાય મગની દાળ તથા ચોખામાંથી બનાવેલો લોટ એ એક વાડકામાં લેવો. અને તેમાં તમે થોડું દહી અને પાણી એ ઉમેરીને અને આ મિશ્રણને તમારે કેટલાક કલાકો માટે આથો આવવા એ રહેવા દેવું. અને તેમાં તમારે પીસેલા મેથી દાણા એ નાખીને અને ખીરાને બરાબર રીતે હલાવી લેવું.

હાંડવો બનાવાવની રીત

આ સિવાય આથો આવેલું હાંડવાનું ખીરૂ તમે એક વાડકામાં લેવું અને ત્યાર બાદ તેમાં તમે મેથી, પાલક અને કોથમીરની ભાજીની પ્યૂરી એ નાંખીને તેને ખીરાને બરાબર હલાવી લેવું. અને બહું જાડું નહીં અને બહું પાતળું પણ નહીં તેવું ખીરૂ એ તૈયાર કરવું. અને પછી તેમાં થોડું મીઠું, અને ખાંડ અને લીલાં મરચાં એ નાખવા

ત્યારબાદ તમારે આદુ અને લસણની પેસ્ટ તેમજ થોડું તેલ એ નાંખી અને ત્યાં સુધી હલાવવું કે જ્યા સુધી તે ખીરામાં નાંખેલી ખાંડ એ ઓગળી ન જાય અને પછી તેમાં તમારે સોડા બાયકાર્બોનેટ અને ખાવાનો સોડા એ ઉમેરીને ફરીથી તમારે ખીરાને વ્યવસ્તિત રીતે તેને હલાવી લો.

આ સિવાય હવે આ તૈયાર થયેલા ખીરાને તમારે માઇક્રોવેવ કે બાઉલમાં કાઢીને તેને પ્રી હિટેડ અને ઓટીજીમાં ૧૮૦ ડિગ્રીએ ૧૦ થી ૧૨ મિનિટ માટે તેને થવા દો. અને જ્યારે આ હાંડવો તૈયાર થઈ જાય પછી તેને તમે ઓટીજીમાંથી બહાર લાવીને અને ડીશમાં કાઢીને નાના નાના ટુકડા એ કરી દેવા.

ત્યારબાદ હવે તમે એક પેનમાં તેલને ગરમ થવા મૂકો. અને જેવું તેલ એ ગરમ થાય કે એટલે તેમાં તમે રાઈ એ તતડાવો. અને રાઈ એ તતડી જાય એટલે તેમાં તમે તલ એ નાંખીને અને થોડી વાર માટે તમારે પેન એ ઢાંકી દેવું. અને ત્યાર બાદ તમે ઢાંકણ એ ખોલીને તેમાં હીંગ એ નાંખીને તમે આ વઘારને તેને બરાબર રીતે હલાવીને તેને હાંડવાના ટુકડા ઉપર તેને રેડી દેવો. અને ત્યાર બાદ તમારે હાંડવો એ વ્યવસ્થિત હલાવીને ડીશમાં પીરસો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.