આ રીતે તમારી ઘરે બનાવો નાના મોટા સૌ કોઈને ભાવે તેવા સ્પાઈસી ટામેટાં-ડુંગળીના પરાઠા

તમે સદા પરાઠા એ તો ખુબ જ ખાધા હશે પણ આ ટામેટાં ડુંગળીના પરાઠા એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ ચટપટી વાનગી છે. જે  આજે અમે તમને બનાવાવતા સીખવાડીશું માટે તો ચાલો જાણીલો કેવી રીતે આ બનાવાવાય છે ટામેટા ડુંગળીના પરાઠા.

સ્ટફિંગ બનાવવા માટે સામગ્રી

  • ૨ નંગ ડુંગળી
  • ૨ નંગ ટામેંટા
  • ૨ ચમચી આદું મરચાંની પેસ્ટ
  • ૧ ચમચી લસણ પેસ્ટ
  • ૨ ચમચી ચણાનો લોટ
  • ૧ ચમચી જીરૂ
  • જરૂરિયાત મુજબ મીઠું
  • જરૂરિયાત મુજબ ગરમ મસાલો
  • જરૂરિયાત મુજબ હળદર
  • થોડું લાલ મરચું
  • ૨ ચમચી ધાણા જીરૂ
  • ૧ ચમચી હિંગ
  • ૧ ચમચી આખું જીરૂ
  • જરૂરિયાત મુજબ તેલ
  • કોથમીર જીણી સમારેલી

કણક બનવવા માટેની સામગ્રી

  • ૧ કપ ઘઉંનો લોટ
  • ૨ કપ મેંદો
  • જરૂરિયાત મુજબ મીઠું
  • ૩ ચમચી તેલ
  • થોડું પાણી

આ છે બનાવવાની રીત

તમારે આ પરાઠા બનાવવા માટે સૌપ્રથમ  તો સ્ફિંટફિંગ એ બનાવવા માટે તમારે સૌ પ્રથમ એક પેનમાં તેલ એ લઈ અને તેને ગરમ થાય એટલે તેમાં આખું જીરૂં અને હીંગ અને આદુ અને મરચાંની પેસ્ટ અને આ સિવાય લસણની પેસ્ટ એ નાંખી તેને સાંતળી લો અને પછી તેમાં તમે ક્રશ કરેલા ડુંગળી અને ટામેટાં અને  હળદર અને આ સિવાય ધાણાજીરુંનો પાવડર અને  લાલ મરચું અને શેકેલું જીરૂં અને ગરમ મસાલો અને મીઠું અને કોથમીર એ નાખીને મિક્સ કરી ૨ મિનિટ સાંતળો અને પછી તેમાં તમે ચણાનો લોટ એ મિક્સ કરી અને પાણીનો ભાગ એ બળી જાય ત્એયાં સુધી તેને સાંતળો અને આ થઈ જાય એટલે ગેસ એ બંધ કરી અને થોડું ઠંડું કરી લો.

ત્યાર બાદ પરોઠા બનાવવા માટે એક બાઉલમાં મેંદાનો લોટ અને આ સિવાય ઘઉંનો લોટ એ ઉમેરો અને તેમાં જરૂરિયાત મુજબનું મીઠું એ ઉમેરી અને તેલ અને પાણી નાંખી ને રોટલી જેવો લોટ બાંધી અને તેને ૧૦ મિનિટ સુધી ઢાંકીને રાખો. અને પછી રોટલી થી થોડા મોટા લૂઆ એ કરી અને રોટલી વણી તેની અંદર આ બનાવેલું સ્ટફિંગ એ ભરી ચારે બાજુથી તેને વાળીને એક ચોરસ શેપ આપીને અને અટામણથી શોડું વણી અને તેને તવા પર તેલ લગાવી બંને બાજુથી પરોઠાને શેકી લો. જેવા કે તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં ઉતારી લો બસ તૈયાર છે ટામેટા અને ડુંગળીના પરોઠા આ પરોઠાને દહીં અને અથાણા સાથે ગરમા ગરમ સર્વ કરો

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.