આ માણસ કપડા વિના જ ગુફા માં રહેવાનું કરે છે પસંદ, આ કારણે ખેંચાઈ આવે છે છોકરીઓ

આજના સમયમાં જો કોઈ વ્યક્તિ તમારી સામે નાગન અવસ્થામાં ફરે તો તમારું રીએક્શન કેવું હશે? એટલું જ નહિ કે તેનું માનસિક સંતુલન બગડેલુ હોય. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવીશું કે જે આજે ૨૧ મી સદીમાં પણ આદિમાનવ જેવી જિંદગી જીવી રહ્યો છે. પરંતુ એક કામ એવું પણ છે કે જે કામને તે આજ ના હિસાબ પ્રમાણે કરે છે અને તે કામ એ છે કે તે ફેસબુક નો ઉપયોગ કરે છે. આ વ્યક્તિ એક ગુફા માં સંપૂર્ણ નગ્ન અવસ્થામાં રહેવાનું જ પસંદ કરે છે અને આવું તે ઘણા વર્ષો થી કરી રહ્યો છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આજના સમયમાં એવું કોઈ વ્યક્તિ હોવું અશક્ય છે. તો તમને જણાવી દઈએ કે આવો વ્યક્તિ છે અને તે થાઈલેન્ડમાં એક ગુફામાં રહે છે અને તે પણ કપડા વગર જ. આ વાત તો છે અચરજ કરવા વાળી પરંતુ આ વાત સાચી જ છે કે આ વ્યક્તિ કપડા વિના જ ગુફા માં રહેવાનું પસંદ કરે છે. તેને મળવા માટે અનેક છોકરીઓ ખેંચાઈ આવે છે પરંતુ હવે તમે વિચારશો એવું શા માટે? હકીકતમાં છોકરીઓ આ વ્યક્તિની દીવાની છે તો ચાલો તેના વિશે વધારે જાણીએ.

કપડા વિના જ ગુફા માં રહેવાનું પસંદ કરે છે આ વ્યક્તિ

થાઈલેન્ડ નો રહેવાસી આ વ્યક્તિ “કેવ મેન” ના નામ થી ઓળખાય છે. આ વ્યક્તિ આદીમાનવ ની જેમ કપડા વિના જ રહે છે પરંતુ તે દિવસ રાત મોર્ડન યુગના ફેસબુક નો ઉપયોગ કરે છે. તો આ વાત પણ હેરાન કરી દેવા વાળી છે કે કોઈ વ્યક્તિ ગુફા માં રહીને ફેસબુક કેવી રીતે ચલાવે છે? પરંતુ હવે આ આદત તેનો શોખ બની ચુકી છે. જ્યારે સોશિયલ મીડિયા પર પૂરા વિશ્વ એ તેના પર ધ્યાન આપ્યું તો બધા હેરાન જ રહી ગયા અને લોકો એ તેને “કેવ મેન” નું નામ આપી દીધું. થાઈલેન્ડ નો રહેવાસી આ વ્યક્તિ “કેવ મેન” થવાના ઘણા પુરાવા પણ આપી ચુક્યો છે કારણકે તેને સોશિયલ મીડિયા પર ગુફા ની અંદર પોતાના રહેવાના ઘણી તસ્વીરો શેર કરી છે જ્યાં તે કપડા વિના જ આરામથી પોતાનું જીવન જીવી રહ્યો છે. હેરાન કરવા વાળી વાત તો એ છે કે આ “કેવ મેન” સાથે અલગ અલગ મહિલાઓ પણ નજર આવે છે. આ વ્યક્તિની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આધુનિક કળયુગના આ આદિમાનવ નું સાચું નામ છે લોથરીયો ચતુપૂમ લોસીરી.

લોથરીયો ચતુપૂમ લોસીરી એ પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા આ જણાવ્યું હતું કે તેમને કઈ રીતે વિદેશી મહિલાઓને પોતાની ગુફામાં બોલાવ્યા અને તેમની સાથે સારો સમય વિતાવ્યો. માત્ર એટલું જ નહિ આ વ્યક્તિ નો એવો પણ દાવો છે કે તેની અંદર ઈશ્વરની ઘણી શક્તિઓ હાજર છે અને આ કારણથી જ છોકરીઓ આ વ્યક્તિ તરફ ખેંચાઈ આવે છે. એક અહેવાલ અનુસાર, વિતેલા કેટલાક વર્ષો માં ઘણી મહિલાઓ આ વ્યક્તિ ની ગુફામાં રહેવા આવી ચુકી છે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે તેની આ બધી હરકતો આપત્તિજનક છે. તો કેટલાક લોકોએ આ વ્યક્તિને અસભ્ય ગણાવ્યો છે. લોકોની આપત્તિ જતાવવા પર ત્યાંની સ્થાનિક પોલીસે પણ તેને ચેતવણી આપી છે કે જો તેની સામે કોઈ પણ જાતનો પુરાવો મળ્યો તો તેને તરત જ પકડી લેવામાં આવશે.

પોલીસ એ તપાસ કરી હતી પરંતુ ગુફાની અંદરથી કંઈ પણ આપત્તિજનક મળ્યું ન હતું. સચોટ પુરાવા ના અભાવને કારણે પોલીસે આ વ્યક્તિને ચેતવણી આપીને છોડી દીધો હતો. વિશેષ માહિતી મુજબ, લોથરીયો ચતુપુમ લોસીરી લગભગ છેલ્લા ૩ વર્ષથી ગુફામાં આવ્યો હતો અને આજે પણ તે આ ગુફામાં જ જીવન સારી રીતે વ્યતીત કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.