આ મહિલાએ માત્ર ત્રણ જ મહિનામા કેવી રીતે ઉતાર્યું પોતાનુ 25 કિલો વજન

તેમને પહેલી વાર વજન જોયો તો તેમને જાતકો લાગ્યો

હમેશા હેલ્ધી ખાવામાં વિશ્વાસ રાખતી દીપિકા કૉલેજમાં જઈને ફાસ્ટફૂડ ખાતી થઈ ગઈ.

ફાસ્ટફૂડ ના કારણે તેની હેલ્થ ખરાબ થવાની સાથે વજન પણ વધી ગયું.

એક દિવસ તેણે પોતાનું વજન કર્યું, જોઈને તેને લાગ્યું કે મશીન ખોટું હશે પણ તે ખોટી હતી.

આ પછી તેણે મનોમન વજન ઉતારવાનુ વિચાર્યું .

તેણે એક કેટો ડાયટ નુ પાલન કર્યું અને છેવટે 25 કિલો વજન ઉતાર્યું.

દીપિકા ચૌહાણ એક ઓડિટ કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે. અને તેનું વજન 96.4 કિ.ગ્રા. થઈ ગયુ હતુ.

પછી તેણે 3 જ મહિનાની મહેનતથી 25 કિલો જેટલુ વજન ઉતારી દીધુ.

આ વજન તેમેણ કઈ રીતે ઉતાર્યું હશે આગળ જાણો

ટર્નિંગ પોઈન્ટ

જયારે દીપિકા ચૌહાણ સાથે વાત થાય ત્યારે તેને જણાવ્યું કે હું મારી કૉલેજના ફસ્ટ યર સુધી એકદમ હેલ્ધી હતી.

પણ જયારે હોસ્ટેલ લાઈફે મને અનહેલ્ધી બનાવી દીધી કારણ કે હું અહીં ફાસ્ટફૂડ અને જંક ફૂડ ખાવા લાગી હતી.

પછી એક દિવસ જ્યારે મેં પોતાનુ વજન કાંટા પર વજન કર્યું તો મે જોયુ કે મારું  વજન 94.4 કિલો હતું, ત્યારે મને લાગ્યુ કે મશીન ખોટુ હશે છે મે મારી મમ્મીને વજન કરવા માટે કહ્યુ ત્યારે મને ખ્યાલ આવ્યો કે વજન કાંટામાં કોઈ ખામી નથી.

પછી તેજ સમયે મને એવું થયું કે હવે મારા વજનને લઈને મારે કંઈક ઉપાય કરવો પડશે. અને મને લાગતુ હતું કે મારુ હેલ્થ સારું નથી રહ્યું, કારણ કે જ્યારે લોકો મને કહેતા હતા કે હુ થોડુ વજન ઘટાડી દઉં તો એકદમ ફીટ લાગુ .

આ વાતની પ્રેરણા કરી રીતે તમને મળી

તેમના કહેવા મુજબ પછી તેણે લોકો સાથે બહાર હરવા ફરવા જવાનુ બંધ કરી દીધુ કારણ કે લોકો તેને ‘થોડુ તો ખાઈલે’ આવુ કહ્યા કરતા હતા પણ એ પોતાના પ્લાનને જરા પણ ખરાબ કરવા નહોતી માગતી.

કારણ કે એ જો બહાર કંઈ પણ ખાઈ લઈશ તો તેની અઠવાડિયાની પૂરે પૂરી મહેનત વ્યર્થ જાશે. કારણ કે કિટ્ટો ડાયટ માટે તેણે ઘણી કાળજી રાખવી પડતી હતી.

તેમને જમવાની સાથે કસરત પણ કરી

દીપિકા જણાવે છે કે જયારે પહેલા મહિને મે ઘરે જ ડાયટ સાથે કસરત કરી પછી મે સારી એવી મહેનત કરીને 12 કિલોગ્રામ વજન ઉતારી દીધુ હતું

ત્યાર બાદ દીપિકા અઠવાડિયામા 6 દિવસ જિમ જતી હતી અને પોતાનુ ડાયટ પણ સારી રીતે અનુકરણ કરતી હતી.

ડાયટને સારી રીતે પાલન કર્યું હતુ

આ સમયે મને કેટો (Keto) ડાયટ વિશે ખબર પડી, મે આ વિષયમાં ઘણું વાંચન કર્યું. મે હેલ્થ ગ્રુપ જોઈન કર્યું જ્યાં મને કેટો ડાયટ વિશે માહિતી આપવામા આવે. હું વેજિટેરિયન છું માટે આ ડાયટ મારા માટે ખુબ જ અઘરું હતું પણ મે તેને ચુસ્ત રીતે પાળ્યું અને મને રિઝલ્ટ મળ્યું. દીપિકા સવારે બ્લેક કોફી પીતી હતી અને સવાર ના નાસ્તા માં 100 ગ્રામ પનિર ચિલ્લિ/ગ્રીલ્ડ પનિર ખાતી હતી.

આ સિવાય તે સવારે નાસ્તામાં અખરોટ સિંગદાણા બદામ લેતી હતી. આ સિવાય સાંજે નાસ્તામા ડ્રાયફૂટ સાથે ગ્રીન ચા લેતી હતી. જ્યારે રાત્રે જમવામા દીપિકા 50 ગ્રામ પાલક 50 ગ્રામ પનિર 50 ગ્રામ મશરુમ લેતી હતી આવો હતો તેનો ડાયટ પ્લાન.

આ વાત બધાને ફાયદા રૂપ સાબિત થાય છે

દીપિકા કહે છે કે તેને માત્ર 3 મહિનાની મહેનત પછી 2XL થી મીડિયમ સાઈઝ ફીગર બનાવી દીધુ હતું અને તે કહે છે કે હવે તેને તેનુ શરીર જરા પણ ભાર રુપ લાગતું નથી. અને દીપિકા કહે છે કે ધૈર્ય અને મજબૂત મનોબળ ના કારણે તે આ કરી શકી છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.