આ ખેડૂત મહિલા ઓર્ગેનિક ખેતી કરી કમાય છે લાખો રૂપિયા, વાંચો તેની સફળતા પાછળનુ કારણ

મિત્રો, આપણો દેશ ખેતી બાબતે સમૃદ્ધ દેશ ની યાદી મા ગણાય છે અને જ્યારે પણ ખેતી ની વાત કરવામા આવે ત્યારે એક ખેડૂત તરીકે પુરુષ ની જ ધારણા કરવામા આવે છે પરંતુ હાલ તમને એક એવી સ્ત્રી વિશે આ આર્ટીકલ મારફતે જણાવીશું કે જેમણે ખેતી ક્ષેત્રે બહોળી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એમણે ઓર્ગેનિક ખેતી દ્વારા વિશ્વ મા પોતાનુ નામ ચમકાવ્યું છે. આ સ્ત્રી છે મધ્યપ્રદેશ નિવાસી લલીતા મુકાતી કે જેમણે પોતાની સ્વતંત્ર ખેતી કરવાનો નિર્ધાર કર્યો.

સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાના પતિ ને ખેતી ની અંદર નાની-મોટી સહાયતાઓ પુરી પાડતી હોય છે. પરંતુ આ સ્ત્રીએ સ્વતંત્ર ખેતી દ્વારા વિશ્વ મા એક બેનમુન દાખલો બેસાડયો. આ ઓર્ગેનિક ખેતી દ્વારા તે હાલ લાખો રૂપિયા ની આવક પ્રાપ્ત કરી રહ્યા છે. લલિતા ને સ્ટેટ તથા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અનેક પારિતોષિક પ્રાપ્ત થયેલા છે.

તેમના સાથે જ્યારે વાત થઈ ત્યારે તેમણે જણાવ્યું કે તેમના પતિ પાસે ૩૬ એકર જમીન હતી અને તેઓ કૃષિક્ષેત્રે સ્નાતક ની પદવી ધરાવતા હતા અને તે ખેતી નુ જ કાર્ય કર્તા અને તે પણ તેમની સહાયતા કરતી. સહાયતા કરતા ની સાથે તેમણે આ બધી તકનીકો નુ જ્ઞાન મેળવી લીધું અને ખેતી મા કઈ વસ્તુ નો ક્યાં ઉપયોગ કરવો તે અંગે ની માહિતી મેળવી. આ એનાલિસિસ મા તેને જાણવા મળ્યું કે ખેતી મા સામાન્ય રીતે ઘણા વિવિધ કેમિકલ્સ ધરાવતા તત્વો નો યુઝ કરવામા આવે છે.

જે મનુષ્ય ના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને ત્યારબાદ તેણે ઓર્ગેનિક ખેતી કરવાનો સંકલ્પ લીધો. જેથી મનુષ્ય ના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. ૫૦ વર્ષ ની વય ધરાવતી લલીતા દર માસે ૧૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધી ની આવક ધરાવી રહી છે. વર્ષ ૨૦૧૫ ના સમયગાળા મા તેમણે કીટનાશક ના સ્થાને ઓર્ગેનિક દવાઓ જેવી કે ગૌમૂત્ર, ગાય નુ છાણ અને રસોઈ નો એઠવાડ વગેરે વસ્તુઓ નુ ઉપયોગ કર્યો અને તેણે પોતાના ખેતર મા સીતાફળ, કેળા, લીંબુ અને આમળા જેવા ફળો ની વાવણી ની શરૂઆત કરી.

આ ઓર્ગેનિક ખેતી પર જીવજંતુઓ નો ત્રાસ ઘટવા માંડ્યું અને ઉત્પાદન ના પ્રમાણ મા વૃદ્ધિ થવા લાગી. આ ઉપરાંત કીટનાશક પાછળ જે ખર્ચ થતો તે પણ હવે નાબૂદ થયો અને ઓછા પરિશ્રમે વધુ વળતર મળવા લાગ્યું. આ સમય દરમિયાન લલિતા ને જાણવા તથા શીખવા મળ્યુ કે કીટનાશકો પાછળ જેટલો ખર્ચ થતો હતો હાલ તેટલા મા તો સંપૂર્ણ પાક તૈયાર થઈ જાય છે.

હાલ તેમની ખેતી ની વસ્તુઓ ફક્ત મહારાષ્ટ્ર રાજ્ય પૂરતી જ મર્યાદિત નથી રહી પરંતુ, ગુજરાત અને દિલ્હી મા પણ તે વેચાઈ રહી છે. વર્ષ ૨૦૧૬મા લલિતા ને ઓર્ગેનિક ખેતી નુ પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ અને હાલ તેમની ઓર્ગેનિક ખેતી માંથી ઉત્પાદિત થયેલી વસ્તુઓ આખા દેશ મા વેચાય છે. આ ઉપરાંત દેશ ની બહાર પણ આ વસ્તુઓ ની ભારે માત્રા મા ડિમાન્ડ છે.

જેથી તેને વધુ લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે.લલીતા ની આ ઓર્ગેનિક ખેતી બદલ તો તેને સરકાર દ્વારા અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આ સાથે તેને ઓર્ગેનિક ખેતી કરતી સ્ત્રીઓ ની યાદી મા પણ સમાવિષ્ટ કરવામા આવી છે. તે પોતાની ખેતી મા અવનવા પ્રયોગો કરીને સુધારા-વધારા કર્યા જ રાખે છે. આમ તેણે ફક્ત દેશ મા જ નહીં પરંતુ આખા વિશ્વ મા નામના મેળવી છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.