આ છે મારુતિ અલ્ટોનું નવું મોડેલ, જે આ સેગ્મેન્ટની બધી કારને મારી દેશે ટક્કર

ભારત માં જો કોઈ કાર ના મામલામાં નંબર ૧ કંપની હોય તો તે મારુતિ છે જે પોતાની દરેક કાર ને અપગ્રેટ કરવાના કારણે આજે તેને ભારતીય માર્કેટ ને ફુલ કવર કરી નાખ્યું છે. જેની શરીઆત મારુતિ એ સ્વીફ્ટ ડિઝાઇર,સ્વીફ્ટ, અર્ટિગા અને મારુતિ વૈગનઆર થી કરી છે. જ્યારે હવે મારુતિ પોતાની લોકપ્રિય એન્ટ્રી લેવલ ની કાર ઓલ્ટો ને પણ નવા દેખાવમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યું છે.માનવામાં આવી રહ્યું છે કે મારુતિ એન્ટ્રી સેગ્મેન્ટ ની કાર ઓલ્ટો ને અપગ્રેટ વર્જન લોન્ચ કરશે.જાપાન માં ઓલ્ટો ને ૧૯૭૯ માં લોન્ચ કરવામાં આવી હતી.

મિત્રો આજ સુધીની સૌથી કામયાબ મારુતિ ની કાર અલ્ટો ને વર્ષ ૨૦૦૦ માં લોન્ચ કરી હતી. જ્યારે ઓલ્ટો ૨૦૦૪ થી લગાતાર ૧૪ વર્ષ સુધી દેશની સૌથી વધારે વહેંચવામાં આવતી કાર રહી છે. પણ આગળના વર્ષ ૨૦૧૮ માં આ કાર વહેંચણી ના મામલામાં મારુતિ ડિઝાઇર થી પાછળ રહી ગઈ. જયારે અત્યાર સુધીમાં ૩૫ લાખ થી વધારે ઓલ્ટો કાર ની વહેંચણી થઇ ચુકી છે. હવે એવી પણ વાતો ચાલે છે કે

આ અલ્ટોને એક લેટેસ્ટ પ્લેટફોર્મ પર ડેવલપ કરી શકાય તેમ છે. આ પ્લેટફોર્મ પર હવે મારુતિની દરેક ગાડીઓનું ડેવેલપ કરવામા આવી રહ્યું છે. આ છે મારુતિની નવી ઓલ્ટો સુજીકી રેગિના કોન્સેપ્ટ પર બેસ્ડ હોઈ શકે તેમ છે. રેગીના ને ૨૦૧૧ મા ટોક્યો મોટર શોમાં પ્રદર્શનમા મુકવામા આવી હતી. જો વાત આ રેગી કાર ની કરવામાં આવે તો તેની ખાસિયત એ હતી કે તેની લંબાઈ ૧૬૩૦ એમએમ, પહોળાઈ ૧૪૩૦ એમએમ અને ઊંચાઈ ૨૪૨૫ એમએમ છે.

જાપાની અલ્ટો માં ૬૬૦ સીસી ના સીવીટી ની સાથે ટર્બો પેટ્રોલ એન્જીન લાગેલું છે, ૬૪ એચપી પાવર આપે છે. જયારે તેનું માઈલેજ ૨૫ થી 30 કિલોમીટર પ્રતિ લીટર છે. આ સિવાય ભારતીય વર્જન માં ૮૦૦ સીસી અને ૧.૦ લીટર નું એન્જીન ઓફર કરી શકાય તેમ છે. તેના સિવાય તેમાં ઓટો સ્ટાર્ટ અને સ્ટોપ ની સાથે રિજેનરેટિવ બ્રેકીંગ સિસ્ટમ આપવામાં આવેલી છે. રિપોર્ટ અનુસાર ગ્લોબલ લોન્ચિંગ ના પહેલા નવી જનરેશન ની ઓલ્ટો ને ઓક્ટોબર ૨૦૧૯ માં લોન્ચ કરવામાં આવી શકાય તેમ છે. નવી ઓલ્ટો નો લુક ઈગ્નિસ ની જેવો જ હશે અને સાઈઝ વૈંગનઆર ની જેમ જ હશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.