આ છે દુનિયાનો સૌથી પહેલો તરતો તબેલો કે જે છે સમુદ્રની વચ્ચે, અહી રોબોટ કાઢે છે ગાયોનું દૂધ

મિત્રો , આ વિશ્વ માં દરરોજ અનેકવિધ એવી ઘટનાઓ ઘટતી રહેતી હોય છે કે જયારે આપણે તેના વિશે સાંભળીએ તો આપણને સૌપ્રથમ આ વાત પર વિશ્વાસ ના આવે પરંતુ , જયારે આ ઘટના ને નજરે નિહાળીએ ત્યારે જ તેના પર વિશ્વાસ આવે.

હાલ આવી જ એક ઘટના વિશે આપણે ચર્ચા કરવાની છે. નેધરલેન્ડ ના રોટરડમ માં બંદરગાહ પર સમુદ્ર માં કરલામાં આવ્યું છે તબેલા નું નિર્માણ. આ તબેલો આટલો વિશાળ છે કે જેમાં આરામથી ૪૦ ગાયો ને સાચવીને રાખી શકાય. હાલ , અહીં ૩૫ ગાયો છે.

નેધરલેન્ડ ના રોટરડમ માં વિશ્વ નું પ્રથમ તરતું ડેરી ફાર્મ બનાવવા માં આવ્યું. આ ડેરી ફાર્મ માં નિયમિત ૮૦૦ લિટર દૂધ નું ઉત્પાદન કરવામાં આવે છે. આ તબેલા ની અન્ય એક વિશિષ્ટતા એ પણ છે કે અહીં દૂધ કોઈ માણસો દ્વારા નહી પરંતુ , રોબોટ દ્વારા દોહવામાં આવે છે.

આ ડેરી ફાર્મ ડચ પ્રોપર્ટી કેપની બેલાડો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ફાર્મ સમગ્ર શહેર માં દૂધની અછત ને પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. આ સમુદ્ર માં સ્થિત તબેલા માં પહોંચવા માટે વચ્ચે એક માર્ગ નું નિર્માણ કરવામાં આવ્યો છે જેની સહાયતા થી તમે સરળતા થી તબેલા થી બંદરગાહ પર અને બંદરગાહ પર થી તબેલા પર અવર-જવર કરી શકો.

આ તબેલા ની સાર-સંભાળ રાખતાં જનરલ મેનેજર આલ્બર્ટ બેરસને જણાવ્યું કે , આ ગાયો ને રોટરડમની ફૂડ ફેકટરી માંથી નીકળતા વેસ્ટ પ્રોડકટ નો ચારો બનાવી ને આપવામાં આવે છે. આ ઉપરાંત આ ગાયો ના ચારા માટે રેસોરાં તથા કેફે ની વેસ્ટ પ્રેડકટ નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

આ તબેલા માં સોલાર પેનલ નો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉપરોકત તબેલા માં જે ગાયોનું છાણ એકત્રિત થાય છે તેનો ગોબર ગેસ બનાવવા માટે ઉપયોગ થઈ શકે. આ તબેલા અંગે ટીપ્પણી કરતાં સંયુકત રાષ્ટ્ર ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ના વડા ડો. ફ્રેન્ટન બીડ જણાવે છે કે, આ ફાર્મ કરતાં શહેર ના ફાર્મ વધુ પડતાં સારાં હોય છે કારણકે તેમાં ફર્ટીલાઈઝર તથા પેસ્ટીસાઈડ નો ઉપયોગ કરવામાં આવે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.