આ છે દુનિયાની સૌથી લાંબી અને અદભુદ કાર જેની આગળ હોટેલ પણ પડે છે ઝાંખી જેમાં હેલિપેટથી માંડીને સ્વિમિંગ પુલ સુધીની છે સુવિધા

મિત્રો આપની આસ પાસ એવી ઘણી અજીબ વસ્તુઓ છે જેને જોઈએ મગજ ચક્કર ખાઈ જાય છે. આવીજ એક વસ્તુની વાત અમે આજે તમને કરવા જય રહ્યા છીએ. આપણે વાત કરીશું એવી કાર વિષે જેમાં તમને સ્વિમિંગ પુલથી લઈને હૈલીપૈડ સુધીની સુવિધાઓ આપવામાં આવેલ છે. એના વિષે વાંચીને તમારા મનમાં પ્રશ્ન થયો હશે કે એવી તે કઈ કાર છે જેમાં આટલી બધી સુવિધા એકસાથે મળી જાય છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ એના વિષે.

આ ખૂબસૂરત કાર ને લોકો લિમોઝીન ના નામ થી પણ ઓળખે છે. દુનિયાની કોઈ પણ કંપનીના નામ પર આ કાર બનાવી શકાય છે, કારણ કે લિમોઝીન કાર કોઈ કંપની કે બ્રાન્ડ નથી પણ કારનું એક મોડલ છે અથવા એમ કહીએ તો કારની એક સ્ટાઈલ છે. આ કાર તમારી જરૂરત અનુસાર અલગ સ્ટાઈલ અને તમારી પસંદના મોડલની બની શકે છે. કારણ કે આમાં તમારી જરૂરિયાત અનુસાર દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે તમે ઈચ્છો એ.

મિત્રો જે ફોટો અમોએ રાખેલો છે તે કાર છે અમેરિકન ડ્રિમ. આ કાર એટલી બધી ફેસેલિટી ધરાવે છે કે જેની પાસે એક હોટેલ પણ ટૂકી પડે છે જેમાં તમે તમારા પરિવારની સાથે ફરી શકો છો અને ઘણી બધી વસ્તુઓનો આનંદ ઉઠાવી શકો છો. ૧૦૦ મિટર લાંબી આ કારમાં ૨૬ ટાયર લાગેલા છે, જે ખુબ જ મજબૂતીથી બનાવામાં આવેલી છે. જેથી તેના ઉપર હેલીકોપ્તરને પણ સરળતાથી લેન્ડ કરાવવામાં આવી શકાય. જો તમે આ કારમાં એક ચક્કર લગાવી નાખો તો તમારી મોર્નિંગ અને ઈવનિંગ વોક એક વારમાં જ પુરી થઈ જાય છે.

જો તમે ક્યારે હોય ૫ સ્ટાર હોટેલ માં ગયા હોય તો ખબર પડશે કે આ કારનું ઈન્ટીરિયર તેને તકર મારે તેનું છે. જેમાં તમે સ્વિમિંગ પણ કરી શકો છો અને આરામ કરવા માંગો છો, તો ત્યાં તમારા માટે બેડ પણ ઉપલ્ભધ હોય છે. આ કારમાં આગળ અને પાછળ બંને તરફ એન્જીન જોડાયેલા છે, જે કારમાં હોવા છતાં કોઈને દેખાતા નથી એટલે પેસેંજર્સને દેખાતા નથી. કારણ કે આ કાર એવી રીતે ડીઝાઈન કરવામાં આવે છે કે એન્જીન અને કાર બિલકુલ અલગ અલગ લુક આપે છે.

તમને એમ થતું હવે કે આ કાર માં ટર્ન કેમ મારવો. કારણ કે આ કાર ખૂબ લાંબી છે તો તમારા સવાલ નો જવાબ એ છે કે આ કાર ના આગળ પાછળ બે એન્જીન સાથે બે ડ્રાયવિંગ કેબીન બનાવામાં આવી છે. જેથી કારને જે દિશામાં લઈ જવાની છે ત્યાં લઈ જવાય. આ કાર લાંબી હોવાના કારણે 1980 માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં આનું નામ લખાયું હતું, અને આજે પણ ઈતિહાસના પાનામાં આ કારનું નામ સૌથી લાંબી કારના રૂમમાં દાખલ છે. કારણ કે આ હજુ સુધીની સૌથી લાંબી કાર છે. હવે આ કાર ડેમેજ થઈ ગઈ છે જેને પાછી રિપેર કરવાની આશા ન જેવી છે. જો તે કાર પાછી રિપેર કરી દેવામાં આવે તો તમે પણ આ સુંદર કારના દર્શન કરી શકો છો. ઘણા ધનવાન લોકો જ આવી કાર બનાવડાવી અને એને વાપરી શકે છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.