આ “બ્રહ્મ કમળ” નામક અતિદુર્લભ પુષ્પથી ટપકે છે અમૃતની બુંદો, તેના દર્શન માત્રથી દરેક મનોકામના થાય છે પૂર્ણ

આ સમસ્ત બ્રહ્માંડ મા જીવ ની સાથોસાથ જુદી-જુદી વનસ્પતિઓ પણ વિદ્યમાન છે. કુદરત ને ખોળે ઘણી એવી વસ્તુ છે કે જે તદંતર એક અજાયબી માનવામા આવે અથવા તો દેખાવે અતિ સુંદર હોય છે. આ સમસ્ત સંસાર ની બધી જ વસ્તુઓ પોતાની સુંદરતા તેમજ ગુણધર્મો થી જુદી-જુદી હોય છે પછી તે કોઇપણ સરિતા હોય કે તળાવ, ફૂલ હોય કે ઝાડ-છોડ, ઝરનો હોય કે સાગર.

આ કુદરત ના ખોળે ઉછરતી તમામ વસ્તુઓ નુ માત્ર સૌન્દર્ય જ જોવા નુ નથી હોતું પરંતુ ઘણીવાર તેના ગુણધર્મો પણ જોવા પડે છે અને એવું પણ જાણવા મળે છે કે આ ગુણધર્મો એટલા અદ્દભુત હોય છે કે આજે પણ ઘણા માણસો તેનુ પરીક્ષણ કરી રહ્યા છે. આજ ના આ આર્ટીકલ મા પણ એવા જ એક પુષ્પ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ચમત્કારિક પુષ્પ છે “બ્રહ્મ કમળ”.

આ “બ્રહ્મ કમળ” રંગે સફેદ અને જોવા અદ્દભુત લાગતુ કમળ નુ જ ફૂલ છે અને એવું માનવામા આવે છે કે આ પુષ્પ ને આ આખી શ્રુષ્ટિ ના સર્જનહાર ભગવાન બ્રમ્હા નુ જ રૂપ માનવામા આવે છે. હિમાલય ના ઊંચા શિખરો મા મળી આવતા આ ફૂલ ની પોતાનુ એક પૌરાણિક મહત્વ પણ છે. આ ફૂલ સાથે જોડાયેલી એક એવી પણ માન્યતા છે કે તે દરેક માનવી ની બધી મનોકામના ને પૂર્ણ કરવા સક્ષમ છે.

આ સફેદ રંગ નુ કમળ હોવાથી તે વધુ આકર્ષિત દેખાય છે તેમજ તેના વિશે વિસ્તારપૂર્વક આપળી પૌરાણિક ગાથાઓ મા પણ ઉલ્લેખ જોવા મળે છે. તેમજ આ સાથે એક એવી પણ માન્યતા જોડાયેલી છે કે તેને જોવા માત્ર થી માનવી ના તમામ દુઃખ દુર થાય છે અને તેની દરેક ઈચ્છાઓ ની પૂર્તિ થાય છે. આ સાથે આ પુષ્પ પૂર્ણ રૂપ થી ખીલતા પણ જોવા મળતા નથી કેમકે તે મધરાત્રીએ જ થોડી વાર માટે ખીલે છે.

આ ફૂલ આખા વર્ષ દરમિયાન માત્ર એક જ વાર ખીલે છે તેમજ તેના દર્શન પણ ભાગ્યે જ અમુક માણસો ને થાય છે. આ ફૂલ થી લગતી બે વાર્તાઓ ઘણી પ્રસિદ્ધ છે. પેહલી વાર્તા તો એવી છે કે આ ફૂલ મા સ્વયં આ સમસ્ત સંસાર ના સર્જનહાર બિરાજે છે તેમજ તેની રચના પણ તેમને જ કરી છે.

આ સિવાય બીજી એક પૌરાણિક વાર્તા એવી પણ છે કે જયારે પાંડવો નો વનવાસ ચાલી રહ્યા હતો અને તેઓ બધા દ્રૌપદી પણ તેમની સાથે હતી ત્યારે વન મા રહી સમય પસાર કરતા હતા. દ્રૌપદી પોતાના કૌરવો દ્વારા કરાયેલ અપમાન ને ભૂલી નોતી શકતી અને સાથોસાથ આ ગાઢ જંગલ ની યાતનાઓ થી પણ તે તણાવ તેમજ દુઃખ ભોગવતી હતી ત્યારે તેની નજર પાણી ની લહેર મા વહી રહેલા આ સફેદ કમળ પર પડી.

આ જોતા જ તેના બધા જ દુઃખ, દર્દ નાશ પામતા હતા અને ત્યારે દ્રૌપદી ને એક જુદી જ અનુભૂતિ થતા પ્રસન્નતા થઇ રહી હતી. જેથી તેને એક જુદી જ રીત ની આધ્યામિક ઉર્જા પ્રાપ્ત થતી હતી અને આ અનુભવ દ્રૌપદી ને સુખ પ્રદાન કરી રહ્યુ હતું. આ બાદ તેને પોતાના પતિ ભીમસેન ને આ પુષ્પ શોધી લાવવા માટે કહ્યુ હતું. આ પુષ્પ ની જ શોધ દરમિયાન ભીમસેન ની ભેટ હનુમાનજી મહારાજ સાથે થઈ હતી અને પછી આગળ થી કથા તો તમે મહાભારત મા જરૂર થી જોઈ, સાંભળી અથવા વાંચી જ હશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.