આ આયુર્વેદિક નૂસ્ખાની મદદથી તમે ઘટાડી શકશો તમારુ વજન અને પેટની ચરબી, જાણો કઈ રીતે તેને અજમાવશો

મિત્રો , હાલ વર્તમાન સમય ની આધુનિક જીવનશૈલી એટલી વ્યસ્તતા ભરેલી બની ગઈ છે કે લોકો અવાર-નવાર ગંભીર સમસ્યાઓ થી પીડાય છે અને આ સમસ્યાઓ મા મુખ્યત્વે કોઈ સમસ્યા વધુ પડતી ફેલાતી હોય તો છે મોટાપા ની. હાલ , દર બીજો વ્યક્તિ આ મોટાપા ની સમસ્યા થી પીડાઈ રહ્યો છે. આ મોટાપા ની સમસ્યા ના કારણે તમારા શરીરમા પેટ ના ભાગ મા ચરબી ના થર જમા થઈ જાય છે અને તમારુ પેટ વધુ પડતુ બહાર દેખાવા માંડે છે તથા વજન મા વધારો થતો જાય છે.

આ કારણોસર પેટ મા અન્ય અનેક પ્રકાર ની સમસ્યાઓ ઉદ્દભવે છે. અત્યારે આ લેખ મા અમે એક એવો અસરકારક નૂસ્ખો લાવ્યા છીએ. જે અત્યંત સરળતા થી તમને આ સમસ્યા મા થી મુક્તિ અપાવશે અને ફક્ત આ નૂસ્ખો અજમાવ્યા ના ફક્ત એજ જ અઠવાડિયા મા તમે આ નો ફરક અનુભવી શકશો. હાલ , અમે જે નૂસ્ખા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે નૂસ્ખો છે વજ્રાસન. આ આસન દ્વારા તમે ખૂબ જ થોડા સમય મા તમારા પેટ મા જામેલા ચરબી ના થર ને સરળતા થી દૂર કરી શકો.

આ આસન એવુ છે કે જેને તમે જમ્યા બાદ પણ કરી શકો છો. આ ઉપરાંત આ આસન સરળ છે કે કોઈપણ ઉંમર નો વ્યક્તિ આ આસન સરળતા થી કરી શકે. આ આસન ની વિશેષતા એ છે કે તમે કોઈપણ સમયે આ આસન કરી શકો. પરંતુ આહાર ગ્રહણ કર્યા બાદ આ આસન કરવા મા આવે તો વધુ લાભ મળી શકે. જે લોકો મોટાપા ની સમસ્યા થી પીડાઈ રહ્યા છે તેમના માટે આ આસન વરદાનરૂપ સાબિત થાય છે.

આ આસન જો નિયમીત યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવા મા આવે તો તમે સરળતા થી આ સમસ્યા મા થી મુક્તિ મેળવી શકો. તદુપરાંત આ આસન ને તમારુ રૂટીન બનાવવા થી તમને ક્યારેય પણ પેટ ની સમસ્યા નહી ઉદ્દભવે. આ સિવાય નિયમીત વજ્રાસન કરવા ના કારણે પેટ ના મધ્યભાગ અને આંતરડા પર થોડુ દબાણ પડશે જેના કારણે ધીમે-ધીમે તમારા પેટ મા જમા થયેલો ચરબી નો થર ઓગળવા માંડશે.

આ આસન દ્વારા હજુ એક મહત્વપૂર્ણ લાભ થાય છે કે નિતંબ અને સાથળ ના ભાગ મા જમા થયેલી ચરબી દૂર થાય છે અને શરીર સુડોળ બને છે. આમ , આ આસન શરીર મા ઉદ્દભવેલી વધારા ની ચરબી ને દૂર કરવા માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. તદુપરાંત વજ્રાસન નિયમીત કરવા થી શરીર ની માંસપેશીઓ મા એક લચીલાપણુ આવે છે તથા કમરદર્દ , સાંધા ના દુઃખાવા તથા હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ મા થી મુક્તિ મળે છે. તો ચાલો આ વજ્રાસન વિશે થોડી માહિતી મેળવીએ.

વજ્રાસન કરવા ની પધ્ધતિ :
સૌપ્રથમ જમીન પર એક આસન પાથરી ને તેના પર લાંબા પગ કરી ને બેસી જાવ. ત્યારબાદ ડાબી બાજુ ના પગ ને ઘૂંટણ ના ભાગ થી વાળી ને ડાબી બાજુ ના નિતંબ તરફ લઈ જાવ અને જમણી બાજુ ના પગ ને ઘૂંટણ થી વાળી ને જમણી બાજુ ના નિતંબ તરફ લઈ જાવ અને આ જ અવસ્થા મા પગ ના પંજા પર બેસી રહો. પગ ના પંજાઓ તથા પગ ની એડીઓ એ પ્રકારે વાળવી કે બંને પગ ના અંગૂઠા તેને સ્પર્શ કરે , આ પછી તમારા બંને હાથ ના પંજાઓ ઘૂંટણ પર રાખી દેવા અને એકદમ ટટ્ટાર બેસી જવુ એટલે કે કમર નો ભાગ કે પેટ નો ભાગ બેન્ડ થયેલો ના હોવો જોઈએ.

આ અવસ્થા મા બેસ્યા બાદ તમારી બેંને આંખો બંધ કરી ને ઊંડાણપૂર્વક શ્વાસ લો અને શ્વાસોચ્છવાસ ની ક્રિયા કરો. આ રીતે આ પ્રક્રિયા દસ મિનિટ ના સમયગાળા સુધી અનુસરવી ત્યારબાદ દસ મિનિટ પૂર્ણ થાય એટલે પગ ને ફરી સીધા કરી સામાન્ય અવસ્થા મા આવી જાવ. જો આ આસનો નિયમીતપણે કરવા મા આવે તો તમારા શરીર ને ઘણા બધા લાભો પ્રાપ્ત થઈ શકે. આ આસન નિયમીત કરવા થી આપણા ફેફસા મજબૂત બને , પાચનક્રિયા પ્રબળ બને આપણે ગમે તેવો ભારે આહાર સરળતા થી પચાવી શકીએ.

તદુપરાંત આપણ ને પિત્ત અને કફ ની સમસ્યા મા થી પણ મુક્તિ મળે. જો આ ત્રણ વસ્તુઓ આપણા શરીર મા યોગ્ય રીતે કાર્યરત હોય તો કોઈપણ બિમારી આપણા શરીર મા પ્રવેશી શકતી નથી. કારણ કે , કોઈપણ સમસ્યા ઉદ્દભવવા પાછળ આ ત્રણ વસ્તુઓ મુખ્યત્વે જવાબદાર હોય છે. જો આ ત્રણ વસ્તુઓ સ્વસ્થ રહે તો આપણે આજીવન નિરોગી જીવન વ્યતીત કરી શકીએ અને આપણા આયુષ્ય મા પણ વૃધ્ધિ થાય.

આ આસન કરતા સમયે ક્યારેય પણ ઉતાવળ ના કરવી અને હંમેશા શાંત રહેવુ. આ ઉપરાંત ગર્ભધારણ કરેલી સ્ત્રીઓ એ આ આસન ક્યારેય પણ ના કરવુ. આ સિવાય જે લોકો સાંધા ને લગતી કોઈ સમસ્યા થી પીડાતા હોય તથા જેમણે શરીર ના કોઈ ભાગ નુ ઓપરેશન કરાવેલુ હોય તેમણે આ આસન કરતા પૂર્વે દાકતર ની યોગ્ય સલાહ લેવી.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.