આ અભિનેતાએ તેની મોડેલ પત્ની ને એટલી મારી કે ફાટી ગયો તેના કાનનો પડદો, જાણો કારણ

આપણા સમાજમા દહેજનુ દૂષણ માત્ર સામાન્ય લોકોમા જ નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મ જગતમા પણ છે. અહીં પણ દહેજના દૂષણમા હિંસા ભળેલી જોવા મળે છે. મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર શહેરમાં એક અભિનેતા પર તો તેની મોડલ પત્નીએ અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે.

મોડલે પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેના અભિનેતા પતિએ તેને દહેજ ને લઈને એટલી મારી કે તેના કાનનો પદડો જ ફાટી ગયો હતો. માત્ર એટલુ જ નહી મારપીટ બાદ તેના પતિએ તેને તરછોડી પણ દીધી હતી.

પીડિત મોડેલનું નામ છે સ્વાતિ મેહરા. તેની ઉમર ૩૦ વર્ષની છે અને કામથી તે મોડેલ છે. સ્વાતી મહેરા એ પોલીસ ફરિયાદમા આરોપ લગાવ્યો છે કે સુદામા નગરના રહેવાસી કર્ણ શાસ્ત્રી એ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ તેની સાથે પ્રેમ-લગ્ન કર્યા હતા.

બંનેની મુલાકાત જૂન ૨૦૧૮ મા મુંબઈ શહેરમા એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ ફિલ્મમા કર્ણ અભિનેતા ના મુખ્ય રોલમા હતો. તેમની આ મિત્રતા લગ્નમા પરિણમી હતી. લગ્ન બાદ બીજા જ મહિને પતિ કર્ણ શાસ્ત્રીએ મોડેલ સ્વાતિ મહેરા પાસે પૈસા માંગવાનુ શરૂ કર્યું હતું.

સ્વાતિ મહેરાના જણાવ્યા અનુસાર આ બાબતે જ કર્ણએ તેની સાથે અનેક વખત મારપીટ પણ કરી હતી. જેના કારણે સ્વાતી મહેરાના કાનનો પડદો પણ ફાટી ગયો હતો. સ્વાતિ મહેરાએ મુંબઈના ગોરેગાંવ સ્થાનિક પોલીસ સ્ટેશનમા પતિ કર્ણ શાસ્ત્રી વિરૂદ્ધ કાયદાકીય રીતે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે આ મામલે વધારાની તપાસ હાથ ધરી છે.

અભિનેતા અને આરોપી કર્ણ શાસ્ત્રીનુ કહેવુ છે કે, સ્વાતિ મહેરા મારાથી જુદી રહે છે. આ નિર્ણય અમારા બન્નેની સહમતિથી લેવાયો હતો. મે આજ સુધી ક્યારેય પણ સ્વાતિ પર હાથ ઉપાડ્યો જ નથી. તે મારી કારકિર્દી બરબાદ કરવા માંગે છે અને મારા પરિવારને બદનામ કરવાનુ ખોટુ ષડયંત્ર રચી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.