આ ૩ કામ કર્યા બાદ સમય બગડયા વગર તુરંત જ સ્નાન કરી લેવું જોઈએ, સ્ત્રીઓ માટે ખાસ…

મિત્રો ચાણક્ય આપણા ઈતિહાસ જગતનું એક એવું નામ છે જેને હજારો વર્ષો સુધી યાદ કરવામાં આવે છે. કારણ કે તેમના કૌશલ્યના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા પડે. ચાણક્ય આપણા ઈતિહાસમાં મહાજ્ઞાની અને આત્મજ્ઞાની પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ચાણક્યએ પોતાની કુટનીતિક નીતિના કારણે ખુબ જ પ્રખ્યાત હતા. તેમણે મનુષ્યના જીવન પર કહેલી લગભગ દરેક વાતો આજે સત્ય સાબિત થઈ રહી છે. પરંતુ તેમની સલાહ મુજબ જો વર્તવામાં આવે તો પણ આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે.

તો આપણે તેમની ૩ એવી જ સલાહથી વિષે જાણીએ. જો તેનું અનુકરણ કરવામાં આવે તો આપણા જીવનમાં ખુબ જ આનંદ મળે છે. ચાણક્યએ પોતાની નીતિમાં એવું જણાવ્યું છે કે અમુક કાર્ય કર્યા બાદ તુરંત જ સ્નાન કરી લેવું જોઈએ. તો આવું કરવા પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક એમ બંને કારણ છે. પરંતુ બંનેનો સરવાળો કરીએ તો તે બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ચાણક્યએ આ ૩ કામો કર્યા બાદ તરત જ સ્નાન કરી લેવા જણાવ્યું છે. જો તેવું કરવામાં આવે તો તેની મનુષ્ય જીવનમાં સારી અસર થાય છે. આ સલાહ મનુષ્યને ખુબ જ ઉપયોગી થાય છે. તો ચાલો જાણીએ કે ચાણક્યએ ક્યાં ક્યાં કાર્યો બાદ તુરંત જ સ્નાન કરી લેવા જણાવ્યું છે.. અને સ્ત્રીઓ માટે પણ ખાસ સૂચન કર્યું છે.

ચાણક્યએ જણાવ્યું છે કે હંમેશા તેલ માલીશ કર્યા બાદ તરત જ સ્નાન કરી લેવું જોઈએ. એક રીતે તેલ માલીશ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનાથી આપણા આંતરિક શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે. આપણા શરીરની ત્વચાને કોમળતા મળે છે, પરંતુ ચાણક્યનું માનવુ એવુ છે કે તેલ માલીશ કરવાથી આપણું શરીર અપવિત્ર બની જાય છે. કારણ કે તેલ માલીશ કરવાથી આપણા અંગો કામુકતા માટે સક્રિય બની ગયા હોય છે. જેના કારણે આપણું શરીર અને મન બંનેને સ્નાન કરીને શુદ્ધ કરવા પડે છે. એટલા માટે જ તો ચાણક્યએ તેલ માલીશ કર્યા બાદ તરત જ સ્નાન કરવાની સલાહ આપી છે. માટે ગમે ત્યારે તમે તેલની માલીશ કરો ત્યાર બાદ તરત જ સ્નાન કરી લેવું જોઈએ. આ ઉપરાંત સ્ત્રી અને પુરુષે સમાગમ કર્યા બાદ પણ તરત જ સ્નાન કરી લેવું જોઈએ.

ચાણક્ય અનુસાર બીજું કાર્ય છે મુસાફરી. તેમના જણાવ્યા અનુસાર હંમેશા મુસાફરી કરીને જ્યારે પણ ઘરે આવો ત્યારે સૌપ્રથમ સ્નાન કરવું ખુબ જ જરૂરી હોય છે. કોઈ પણ મુસાફરી કરીને આવો એટલે જરૂરથી સ્નાન કરવું જોઈએ. કારણ કે ઘણી વાર આપણે એવી જગ્યાઓ પરથી નીકળતા હોઈએ અથવા ત્યાં ગયા હોઈ તો આપણી સાથે નકરાત્મક ઉર્જા પણ સાથે આવતી હોય છે. જે આપણા ઘરમાં પણ આપણી સાથે જ દાખલ થઇ જતી હોય છે. પરંતુ જો આવીને તરત જ સ્નાન કરી લેવામાં આવે તો તે નકારાત્મક ઉર્જા પણ રહેતી નથી. બીજું કારણ એ પણ છે કે જ્યારે પણ આપણે મુસાફરી કરી હોય ત્યાર બાદ તુરંત સ્નાન કરી લેવું જોઈએ કારણ કે આપણા શરીરમાં બહારની ધૂળ ના કારણે અનેકો રજકણો અને બેક્ટેરિયા ચોંટી જતા હોય છે. જો ઘરે આવીને તરત જ સ્નાન કરી લેવામાં આવે તો રજકણ અને બેક્ટેરિયા આપણા શરીરમાં દુર થઈ જાય છે. જેના કારણે ચામડીને નુકશાન થતું નથી અને બીજા પણ અનેક રોગો થવાની સંભાવનાઓ રહેતી નથી.

ચાણક્ય અનુસાર ત્રીજું કાર્ય છે મૃત્યુના અવસર ગયા બાદ ત્યાંથી આવીને પણ તુરંત સ્નાન કરી લેવું જોઈએ. કારણ કે સ્મશાનમાં જો ગયા હોય તો ત્યાં ઘણી વાર પ્રેતાત્માઓ અથવા તો નકારાત્મક શક્તિઓ તમારા તરફ આકર્ષણ પામી હોય છે. જે ઘણી વખત આપણા શરીરમાં પ્રવેશી પણ જતા હોય છે અને આપણી અંદર નકારાત્મક ઉર્જાને ઉભી કરે છે અને તેનાથી આપણું માનસિક સંતુલન પણ બગડી શકે છે. એટલા માટે જ જ્યારે પણ મૃત્યુના અવસર પર સ્મશાનમાં જાવ તો આવીને તરત જ ઘરે સ્નાન કરી લેવું જોઈએ. બીજુ કારણ એ પણ છે કે સ્મશાનમાં ધુમાડાના કારણે પણ આપણી ત્વચા પર કીટાણું અને બેક્ટેરિયા ચોંટી જાય છે. તે ધુમાડાના કીટાણું અને બેક્ટેરિયા આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક છે. માટે ચાણક્યનું કહેવું છે કે જ્યારે પણ કોઈના મૃત્યુના અવસરમાં ગયા હોવ ત્યારે ઘરે આવીને સૌપ્રથમ સ્નાન કરવું જોઈએ.

આ ૩ કાર્યો કર્યા બાદ જરૂરથી સ્નાન કરવું જ જોઈએ. કારણ કે આ કાર્યો બંને તરફ આંગળીઓ ચીંધે છે, એક વૈજ્ઞાનિક અને બીજું ધાર્મિક બંને રીતે આ કાર્યો કર્યા બાદ તરત જ સ્નાન કરવું આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.