આ ૧૦ નિયમો બેસાડી દો તમારા મગજમાં, જીવનમાં ક્યારે નહીં થાય ડાયાબિટીસ

મિત્રો આજે એવો કોઈ વ્યક્તિ જોવા નહિ મળે કે જે કોઈ રોગ નો શિકાર નહિ. દરેક લોકો કોઈ નાના મોટા રોગ થી ઝઝૂમતા હોય છે. મોટે ભાગે આજે દરેક લોકોમાં અને ખાસ કરીને વડીલોમાં ડાયાબિટીસની સમસ્યાઓ જોવા મળે છે. આજે આપણે એવા દસ નિયમો ની વાત કરવાની છે જેના દ્વારા ડાયાબિટીસ તમારા શરીરમાં ક્યારે પણ પ્રવેશે નહીં. તો ચાલો જાણીએ આ 10 નિયમો.

તે વ્યક્તિ નું વજન ૭૫ કિલો થી વધી જતો હોય છે તે વ્યક્તિને ડાયાબિટીસ ની સંભાવના વધી જાય છે. તેથી તમારા વજનને બને ત્યાં સુધી કંટ્રોલમાં રાખો. એક્સરસાઇઝ કે પછી ડાયટ પ્લાન દ્વારા તમે વજન કંટ્રોલ કરી શકો છો.

ઘણી વખત સ્મોકિંગ કરવાના કારણે પણ ડાયાબિટીસ થવાની શક્યતા વધી જતી હોય છે. મળતી માહિતી અનુસાર ૪૪ ટકા લોકો સ્મોકિંગ ના કારણે ડાયાબિટીસનો શિકાર બને છે.

ઘણા લોકો જમતી વખતે એક જ કોળિયા માં વધારે પડતું જમી લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમારે નાના-નાના કોળિયા સાથે માપસર જમવું જોઈએ.

જે લોકો દિવસ દરમિયાન કોઈ પ્રકારની એક્સરસાઇઝ કરતા નથી તેને પણ ડાયાબિટીસની શક્યતા વધી જતી હોય છે. તેથી દરેક લોકોએ દિવસની અંદર 15 મી એવી કાઢવી કે જેની અંદર કસરત કરી શકાય. આખો દિવસ બેસી રહેવાના કારણે પણ ડાયાબિટીસ થવી સંભવ છે.

ઘણા લોકો વધારે પડતી ખાંડ વાળી વસ્તુઓ નું સેવન કરતા હોય છે, જો તમારે ડાયાબિટીસથી બચવું હોય તો ખાંડ વાળી વસ્તુઓનું સેવન નહીંવત્ કરી નાખવું પડશે.

શરીરમાં પૂરતી માત્રામાં વિટામિન ડી હો ખૂબ જ જરૂરી છે. જે લોકો ના શરીરમાં વિટામિનની ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે તેને પણ ડાયાબિટીસ થઈ શકે છે. આ માટે તમારે તડકામાં જઈને બને ત્યાં સુધી વિટામીન ડી નું સેવન કરવું જોઈએ.

જે લોકો કોલ્ડ્રિંક્સ પીવે છે તે લોકોએ આજથી જ કોલ્ડ્રિંક્સ પીવાનો બંધ કરી દેવું જોઈએ. કારણકે કોલ્ડ્રીક્સ ની અંદર વધારે માત્રામાં ખાંડ હોય છે. જેના કારણે ડાયાબિટીસ થઈ શકે છે.

ઘણા લોકો નાની-નાની વાતમાં પણ ખૂબ ચિંતા કરતા હોય છે, ચિંતા કરવાના કારણે તમારા શરીરમાં એવા હોર્મોન્સ પેદા થાય છે કે જે ડાયાબિટીસને આમંત્રણ આપે છે. આ પ્રકારના હોર્મોન્સ આખા શરીરની અંદર ડાયાબિટીસ નો ફેલાવો કરે છે.

જે લોકો હાઈબ્લડપ્રેશરના શિકાર હોય તે લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જતી હોય છે. એગ રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે ૪૦ લાખ લોકો બીપીના શિકાર છે જેમાંથી ૫૦ ટકા લોકોને ડાયાબિટીસ પણ છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.