૯૯ ટકા માણસો નહી જાણતા હોય કે પ્રભુ શ્રીરામ અને માતા સીતા ના વિવાહ સમયે તેમની ઉંમર શુ હતી અને બન્ને વચ્ચે કેટલા વર્ષ નુ અંતર હતુ
પ્રભુ શ્રીરામ અને માતા સીતાનુ જીવન આજે પણ લોકો માટે એક ઉદાહરણ સમાન છે. લોકો ને શ્રીરામ ની જેમ જીવન જીવવા ની સલાહ આપવામા આવે છે. ભગવાન શ્રીરામ અને સીતા કરોડો લોકો ના આરાધ્ય દેવતા માનવામા આવે છે. બાલ્યાવસ્થા થી લઈને ઘડપણ સુધીમા મોટેભાગે દરેક માનવી જીવન મા એકવાર તો જરૂર થી રામાયણ જોવે અથવા સાંભળે છે. રામાયણ મા ભગવાન રામ અને સીતા ના જીવન ની વ્યાખ્યા કરવામા આવી છે. રામાયણ એક ધાર્મિક પુસ્તક છે, જેના આધારે લોકો ભગવાન રામ અને સીતા ના જીવન ની મુશ્કેલી થી જાગૃત હોય છે.
આવામા આજે અમે તમારા માટે રામાયણ સાથે જોડાયેલ એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ, જેના થી તમે અત્યાર સુધી કદાચ અજાણ હશો, તો ચાલો જાણીએ કે આજે તમારા માટે શુ ખાસ છે. રામાયણ વાંચીને અથવા જોઇને દરેક વ્યક્તિના મનમા એક સવાલ જરૂર આવતો હશે કે શ્રીરામ અને સીતા ની વચ્ચે ઉંમર નુ અંતર શું હશે? તેમની ઉંમર વિશે સ્પષ્ટ રીતે કહેવામા આવ્યું નથી, પરંતુ રામાયણમા એનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. રામાયણમા આ જણાવવામા આવ્યું છે તેમની વચ્ચે ઉંમર નું અંતર શુ છે? ઘણીવાર રામાયણ આખી પૂરી થઇ જાય, પરંતુ ક્યારેય પણ આ રાજ પર ધ્યાન નહી ગયુ હોય.
શ્રીરામ અને સીતા વચ્ચે હતો ઉંમરમા આટલુ અંતર
રામાયણ મા શ્રીરામ તેમજ સીતાજી ની વચ્ચે આયુ-અંતર નો ઉલ્લેખ કરવામા આવ્યો છે. જયારે રામાયણ પ્રસારિત કરવામા આવે છે, ત્યારે આયુ વિશે જણાવવામા આવતુ નથી, પરંતુ રામાયણમા દર્શાવેલ એક દોહા માથી જાણવા મળે છે કે ભગવાન રામ તેમજ સીતા ની વચ્ચે કેટલી આયુ નુ અંતર હતું? હિંદુ ધર્મ મા દીકરો અને દીકરી ના લગ્ન જયારે થાય છે, તો સૌથી પ્રથમ આયુ જોવામા આવે છે અને પછી એ પ્રમાણે વાત આગળ વધે છે.
દોહા
‘वर्ष अठारह की सिया, सत्ताइस के राम।
कीन्हों मन अभिलाष तब, करनो है सुर काम॥’
ઉપરોક્ત દોહા નો અર્થ
આ ઉપરોક્ત દર્શાવેલ દોહા નો આશય એ છે કે શ્રીરામ અને સીતાજી વચ્ચે નવ વર્ષ નુ અંતર હતુ. વાલ્મિકી રામાયણ મુજબ શ્રીરામ અને સીતાજી વચ્ચે નવ વર્ષ નુ અંતર હતું. ભગવાન શ્રીરામ ની ઉંમરમા માતા સીતા કરતા નવ વર્ષ ને એક મહિના મોટા હતા. તમને જણાવી આપીએ કે ભગવાન રામ ને પ્રસન્ન કરવા અને પતી સ્વરૂપ મા પામવા માતા સીતાએ એક વ્રત કર્યું હતુ, જે સ્ત્રીઓ માટે એક સર્વોત્તમ ઉદાહરણ છે.
સ્ત્રીઓ માટે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે માતા સીતા
માતા સીતા નુ જીવન સમગ્ર સ્ત્રીજાતી માટે એક ઉત્તમ ઉદાહરણ છે. માતા સીતાએ ભગવાન રામ ને પ્રસન્ન કરવા તેમજ તેમણે પતી સ્વરૂપે પામવા માટે વ્રત કર્યું. આ વ્રત ને નવમી ના દિવસે કરવામા આવે છે. આ વ્રત ને જે પણ સ્ત્રી કરે છે, તેનું ઘર પરિવાર હંમેશા માટે બની રહે છે. માત્ર આટલુ જ નહિ, આ વ્રત થી ઘર મા સુખ શાંતિ પણ આવે છે અને કોઈપણ પ્રકાર નો કંકાસ રહેતો નથી.