૬૦ યુવતીઓ પર ગેંગરેપ કરેલ નરાધમ ગેંગ પકડાઇ, ખાસ પ્રેમી જોડાઓને બનાવતી શિકાર

એવા કેટલાક નરાધમો આ કળયુગમાં જીવે છે કે જેમના અપરાધિક કૃત્યો રાક્ષસોને પણ શરમાવે તેવા હોય છે. અહીં એક એવા જ કિસ્સામાં નરાધમ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. યુવતીઓ પર ગેંગ રેપ કરતી આ ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ એટલી હદે અપરાધિક કૃત્યને અંજામ આપતી કે તે પ્રેમીની નજર સામે જ તેની પ્રેમિકા પર ગેંગ રેપ કરતા હતા. આ ટોળકીએ ત્રણ વર્ષમાં ૬૦ થી પણ વધુ ગેંગ રેપને અંજામ આપ્યો છે. બૈતૂલ પોલીસે આ ટોળકીને ઝડપી લઇ આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશ રાજ્યના બૈતૂલ પોલીસે આ ટોળકીને ઝડપી લીધી છે. આ ટોળકી ત્રણ વર્ષમાં ૬૦ થી પણ વધુ યુવતીઓને પોતાના શકાન્જા માં ફસાવીને શિકાર બનાવી ચૂકી છે. ટોળકી શહેરની બહાર એકાંતવાળી જગ્યાઓ પર કે જયાં પ્રેમી જોડાઓ આવતાં હોય તેવી જગ્યાઓને પસંદ કરતી અને ત્યાં જ યુવતીઓને પોતની હવસ નો શિકાર બનાવતી. એક યુવતીની ફરિયાદને આધારે પોલીસે આ ટોળકીનો પર્દાફાશ કર્યો છે.

પકડાયેલ ટોળકીના સાત નરાધમ આરોપીઓ પાસેથી પોલીસે દેશી તમંચા સાથે અન્ય હથિયારો પણ જપ્ત કર્યા છે. પોલીસને મળેલી બાતમી અનુસાર, સારણી રાનીપૂર રોડ તરફ એક ટોળકી ચિખલાર ઝરણાં અને સિહારીના જંગલમાં સૂમસામ જગ્યાએ આવનારા પ્રેમી જોડાઓ સાથે લૂંટ કરતી હતી. આ ટોળકી લૂંટ કર્યા બાદ પ્રેમીની નજર સામે જ તેની પ્રેમિકા સાથે ગેંગ રેપ જેવા અપરાધિક કૃત્યને અંજામ આપતી હતી.

પોતાની બદનામીના ડર ને કારણે યુવતીઓ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતી ન હતી. પરંતુ ગત ૬ સપ્ટેમ્બરે એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ૪ સપ્ટેમ્બર ના રોજ જયારે તે એના મિત્ર સાથે બોલેરો ગાડીમાં રાનીપુર રોડ તરફ ગયા હતા. ત્યારે ચિખલારના જંગલમાં રોડ કિનારે ચાર અજાણ્યા શખ્સોએ તમંચાની અણીએ આ પ્રેમી જોડને સિહારીના જંગલમાં લઇ ગયા હતા. અહીં લઈ જઇને રોકડ અને પર્સ સહિતની લૂંટ કર્યા બાદ આ નરાધમોએ તેની પર ગેંગ રેપનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ ગમે તે રીતે ત્યાંથી બચીને ભાગી છુટ્યા હતા.

આ ફરિયાદને આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસને પાકી બાતમી મળી હતી કે સોનાદ્યાટી નજીક શારદા દરવાર મંદિર સમાધિ સ્થળે છ-સાત શખ્સો લૂંટ કરવાની યોજના બનાવી રહ્યા છે. જેને આધારે પોલીસે ટીમ બનાવી દ્યેરાબંધી કરી આ ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસને આ નરાધમો પાસેથી દેશી તમંચો, ૨ જીવતા કારતૂસ, તલવાર, લાકડીઓ, લોખંડનો રોડ, બેઝ બોલ બેટ, મરચાનો પાવડર સહિતની અનેક ચીજવસ્તુઓ મળી હતી જેણે પોલીસે જપ્ત કરી લીધી હતી.

પોલીસે આ અપરાધીઓ વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૯૯, ૪૦૨ અને ૨૫, ૨૭ આર્સ એકટ અંતર્ગત ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. અપરાધીઓ સાથેની પુછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી. આરોપી અમર કિશોરી ઉઇકે, ગોલૂ ઉર્ફે જગદીશ બાબુલાલ યાદવે ૪ સપ્ટેમ્બરે પોતાના બે સાથીઓ સાથે મળીને યુવક યુવતીને લૂટ્યા હતા અને યુવતી સાથે ગેંગ રેપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.