4G સીમ હોવા છતાં ઈન્ટરનેટની સ્પીડ નથી આવતી તો તાત્કાલિક કરો આ ઉપાય

ઇન્ટરનેટ એવી વસ્તુ છે જે જેના વગર આજે ચાલતું નથી. જેના વિના આજ કાલ કોઈ પણ કામ શક્ય નથી  હવે તો દરેક પાસે 4G સીમ કાર્ડ જ હોય છે. પણ ઘણી વાર એવું થાય છે. કે 4G નું રીચાર્જ કરાવ્યા છતાં પણ  સારી સ્પીડ આવતી નથી. તેઓ સારું કનેક્શન લે છે. સારી કંપની નું સીમ વાપરે છે. સારું રીચાર્જ કરાવે છે છતાં તેઓ ને સારી સ્પીડ આવતી નથી. આવું ઘણા એ અનુભવ્યું હશે, અને મન માં સવાલ થતો હશે કે સારું રીચાર્જ કરાવ્યા છતાં પણ કેમ ઈન્ટરનેટ સ્લો ચાલે છે. આજે તમને આનો જવાબ જણાવી જ દઈએ.

તમારી પાસે 4G સીમ કાર્ડ છે અને 4G સપોર્ટ થાય તેવો મોબાઈલ પણ છે છતાં તમારું નેટ ધીમું ચાલે છે. તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી આજુ બાજુ ના એરિયા માં એક જ કંપની ના ઘણા બધા યુઝર્સ છે. ઘણી વાર એવું કારણ પણ હોય છે કે અમુક જગ્યા એ જોરદાર સ્પીડ આવે છે અને અમુક જગ્યા એ સિગ્નલ બરબાર રીતે નથી આવતું જેના લીધે સ્પીડ સારી નથી આવતી.

અમે અમે તમને અમુક ટીપ્સ વિષે જણાવીશું જેના દ્વારા સારી સ્પીડ આવશે. આ ટીપ્સ ની મદદ થી ઓછા સિંગ્નલ વાડી જગ્યા એ પણ તમે સારી સ્પીડ માં ઇન્ટરનેટ વાપરી શકશો. આ માટે તમારે સેટિંગ માં અમુક ચેન્જ કરવાના રહેશે. આ માટે સૌથી પહેલા નેટવર્ક સેટિંગ માં જાઓ અને નેટવર્ક માં 4G સિલેક્ટ કરો અને પછી એપીએન સેટિંગ સિલેક્ટ કરી લો. અને પછી મેનુ માં જઈ અને તેને ડીફોલ્ટ કરી દો.

આવું કરવાથી તમારી ઇન્ટર નેટ સ્પીડ વધી જશે. ડેટા નો ઉપયોગ કરવા માટે  બ્રાઉઝર સેટિંગ માં જઈ અને સેવિંગ મોડ ને હમેશા ઓન રાખો. આવું કરવાથી તમને ઘણો ફાયદો થશે. જો તમે કોઈ વાહન માં એક જગ્યા એ થી બીજી જગ્યા એ જઈ રહ્યા હોય અને સ્પીડ ઓછી આવતી હોય તો થોડી વાર એરોપ્લેન  મોડ ને ઓન કરી અને પછી ઓફ કરો આવું કરવાથી નેટ સ્પીડ વધી જશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.