૨૦૧૯ ના અંકશાસ્ત્ર અનુસાર જાણો તમારું આખું વર્ષ કેવું રહેશે ખુશીઓ મળશે કે દુઃખોનો પહાડ

મિત્રો , આપણા આ હિંદુ ધર્મ મા જ્યોતિષશાસ્ત્ર નુ અનેરુ મહત્વ છે. આ જ્યોતિષવિદ્યા પર થી તમે વ્યક્તિ ના જન્મદિવસ ના આંકડા ના આધાર પર તેનુ આવનાર ભવિષ્ય , તેનુ વ્યક્તિત્વ તથા સ્વભાવ વિશે માહિતી મેળવી શકો છો. આમ , આ જન્મદિવસ ના આંકડા આપણા જીવન પર ખૂબ જ પ્રભાવ પાડે છે.

આ વિદ્યા ને આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવા મા આવે છે. જે જ્યોતિષશાસ્ત્ર નો જ એક ભાગ છે. હાલ , તમારા જન્મદિવસ ના આંક પર થી તમારુ આવનાર ભવિષ્ય કેવુ રહેશે ? તેના વિશે જાણીએ.

અંક – ૧ :
જે લોકો ની બર્થ ડેટ ૧ , ૧૦ , ૧૯ તથા ૨૮ હોય તેમના અંકશાસ્ત્ર પ્રમાણે નો આંક ૧ હોય છે. આ લોકો માટે આવનાર વર્ષ થોડુ વિકટજનક રહી શકે. પરંતુ , સતત કરવા મા આવતા અથાગ પરિશ્રમ ના કારણે તમે વર્ષ ના અંતે સફળતા અવશ્ય પ્રાપ્ત કરશો. સમાજ મા તમારા માન-સન્માન મા વૃધ્ધિ થશે. સ્વાસ્થ્ય અંગે થોડી વિશેષ કાળજી લેવી.

અંક – ૨ :
જે લોકો ની બર્થ ડેટ ૨ , ૧૧ , ૨૦ તથા ૨૯ હોય તો તેમનો અંકશાસ્ત્ર પ્રમાણે નો અંક ૨ હોય છે. આ લોકો માટે આવનાર વર્ષ ભાગ્ય ને પલટનારુ સાબિત થશે. કાર્યસ્થળે કાર્યબોજ વધવા ના કારણે પરિવર્તન લાવી શકો. આ આખા વર્ષ મા આ જાતકો નુ ભાગ્ય પ્રબળ રહેશે. જે કામ તે ધારશે તે સરળતા થી પાર પાડી ને રહેશે. વાદ-વિવાદ થી દૂર રહેવુ.

અંક – ૩ :
જે લોકો ની બર્થ ડેટ ૩ , ૧૨ , ૨૧ તથા ૩૦ હોય છે તેમનો અંકશાસ્ત્ર પ્રમાણે નો અંક ૩ હોય છે. આ લોકો માટે આવનાર વર્ષ ખુશહાલી થી ભરપૂર રહેશે. આ વર્ષ દરમિયાન તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળશે. તમારા ધાર્યા મુજબ ના બધા જ કાર્યો પૂર્ણ થશે.

અંક – ૪ :
જે લોકો ની બર્થ ડેટ ૪ , ૧૩ , ૨૨ તથા ૩૧ છે તેમનો અંકશાસ્ત્ર પ્રમાણે નો અંક ૪ છે. આ લોકો માટે આવનાર વર્ષ સમસ્યાઓ થી ભરેલુ રહેશે. અથાગ પરિશ્રમ કરવા છતા પણ યોગ્ય ફળ પ્રાપ્ત થતુ નથી. લાંબા સમય થી કરવા મા આવેલ પૂર્વ આયોજનો નિષ્ફળ જશે. નાણા ની લેવડ-દેવડ મા સાવચેતી રાખવી.

અંક – ૫ :
જે લોકો ની બર્થ ડેટ ૫ ,૧૪ અને ૨૩ હોય છે તેમનો અંકશાસ્ત્ર પ્રમાણે નો આંક ૫ હોય છે. આ લોકો માટે આવનાર વર્ષ મધ્યમ રહેશે. ઘર નો માહોલ થોડો તણાવપૂર્વક રહી શકે. નવા મકાન–જમીન ની ખરીદી માટે નો સાનૂકુળ સમય. સ્વાસ્થ્ય અંગે થોડી સાવચેતી રાખવી.

અંક – ૬ :
જે લોકો ની બર્થ ડેટ ૬ , ૧૫ , ૨૪ હોય તેમનો અંકશાસ્ત્ર પ્રમાણે નો આંક ૬ છે. આ લોકો માટે આવનાર વર્ષ અત્યંત શુભ રહેશે. આ વર્ષ દરમિયાન તમે કોઈ નવુ કાર્ય શરૂ કરવા માટે નો સાહસ કરી શકો. કોઈ પણ અગત્ય નો નિર્ણય લેતા પૂર્વે ઘર ના વડીલો ની સલાહ લેવી. વાદ-વિવાદ થી દૂર રહેવુ નહિતર ભારે ધનહાનિ નો સામનો કરવો પડી શકે.

અંક – ૭ :
જે લોકો ની બર્થ ડેટ ૭ , ૧૬ કે ૨૫ હોય તેમનો અંકશાસ્ત્ર પ્રમાણે નો આંક ૭ હોય છે. આ લોકો માટે આવનાર વર્ષ અત્યંત ફળદાયી સાબિત થશે. તમે ભવિષ્ય મા કરવા ના કાર્યો અંગે નુ પૂર્વ આયોજન તૈયાર કરી શકો. જેથી , સમય આવ્યે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય. આ લોકો ના જીવન મા અત્યંત પરિવર્તન નો સમય આવશે જેથી તેનુ ભાગ્ય પરિવર્તિત થઈ જશે.

અંક – ૮ :
જે લોકો ની બર્થ ડેટ ૮ , ૧૭ કે ૨૬ હોય તેમનો અંકશાસ્ત્ર પ્રમાણે નો આંક ૮ હોય છે. આ લોકો એ આવનાર વર્ષ મા અત્યંત ધીરજપૂર્વક કાર્ય કરવુ પડશે. આવનાર વર્ષ મા આ લોકો ને તેમના પરિશ્રમ પ્રમાણે નુ યોગ્ય ફળ પ્રાપ્ત થઈ રહેશે. માટે આ લોકો એ ધૈર્ય ધારણ કરવુ પડશે.

અંક – ૯ :
જે લોકો ની બર્થ ડેટ ૯ , ૧૮ કે ૨૭ હોય તેમનો અંકશાસ્ત્ર મુજબ નો આંક ૯ હોય છે. આ લોકો માટે આવનાર વર્ષ શુભ છે. વર્ષ ના અંતે સંતાનો તરફ થી કોઈ શુભ સમાચાર મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. આ સમયગાળો નવા કાર્ય ના પ્રારંભ કરવા માટે અત્યંત શ્રેષ્ઠ ગણવા મા આવે છે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.