૧૮ વર્ષની છોકરી થઇ મજબૂર ૬૨ વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરવા માટે, વાચો આર્ટીકલ માં

એ પણ સાંભળ્યું હશે કે પ્રેમ માં ઉંમરની કોઈ સીમા નથી હોતી. જન્મ નું કોઈ બંધન નથી હોતું. આ પ્રેમ પૂરી રીતે આંધળો હોય છે. મિત્રો, આજે અમે તમને ફિલ્મ જ નહિ, પરંતુ એક અસલ જીંદગી ની હકીકત ની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં એક ૬૨ વર્ષના વ્યક્તિને એમનાથી ૪૪ વર્ષ ની નાની છોકરી સાથે પ્રેમ થઇ જાય છે અને હેરાની વાળી વાત તો એ છે કે તે છોકરી ને પણ એ ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય છે.

આ સત્ય ઘટના છે ઇન્ડોનેશિયા ની. જ્યાં ના સુલેમાન સંગ ન્ગમપા એ આંધળા પ્રેમની કહાવત ને સત્ય કરી બતાવી. સુલેમાન ને એનાથી ૪૪ વર્ષ નાની છોકરી સાથે પ્રેમ થઇ ગયો અને એમણે તે છોકરી સાથે લગ્ન પણ કરી લીધા. સુલેમાન ના લગ્ન પહેલા થઇ ચુક્યા છે, જેમાં એના ૫ બાળકો છે.

એટલું જ નહિ, ૬૨ વર્ષના સુલેમાન ૯ બાળક ના દાદા પણ છે. છતાં પણ એ સુલેમાન નું દિલ ૧૮ વર્ષની ડાયના દાએંગ નગનીયાંગ પર આવી ગયું. ખાસ વાત તો એ છે કે ડાયના પણ સુલેમાન ને પ્રેમ કરી બેઠી. એની સાથે લગ્ન કરવા માટે તૈયાર પણ થઇ ગઈ. સુલેમાન ના પહેલા પત્ની દુનિયા છોડીને ચાલી ગઈ છે.

જે પછી તે એકલા રહેવા લાગ્યા. અહી ડાયના ના પિતા લુહાર નું કામ કરે છે. એટલા માટે સુલેમાન ડાયના ના પિતા ની પાસે ઘણી વાર ચાકુ અને બીજા સામાન ની ખરીદારી માટે એના ઘરે જતા રહેતા હતા. ડાયના એના માટે ચા કોફી બનાવી ને લઇ આવતી હતી. આ દરમિયાન બંને ની આંખ મળી અને પ્રેમ થઇ ગયો. બસ પછી શું હતું, સુલેમાને ડાયના ને પ્રપોઝ પણ કરી દીધું અને ડાયના એ સુલેમાન ના પ્રેમ ને સ્વીકાર કરીને ખુશી ખુશી હા કરી દીધી.

પરંતુ રસ્તો આટલો આસાન ન હતો. ઉંમર નો વધારે ગેપ હોવાના કારણે એનો સબંધ મંજુર કરવા માટે કોઈ માટે પોસિબલ ન હતું. પરિવાર વાળા એ ખુબ જ વિરોધ કર્યો. પરંતુ છતાં પણ આ બંને એ દરેક લોકોને માનવી લીધા અને પરિવાર ના લોકો સામે એમણે લગ્ન પણ કરી લીધા. બંને એક બીજા સાથે બંધાઈ ગયા સાત જન્મો ના બંધનમાં. સુલેમાન ઈચ્છે છે કે ડાયના ને પણ એમનું બાળક થાય. તે ખુશી ખુશી એમની જિંદગી પસાર કરી શકે.

એના પ્રેમે દરેક ના વિશ્વાસ ને વધારે મજબુત બનાવી દીધો કે હકીકત માં પ્રેમ માં ન તો ઉંમર ની કોઈ સીમા હોય છે અને ન તો જન્મ નું કોઈ બંધન. પ્રેમ તો સાચે આંધળો હોય છે. આપણે પણ એના માટે દુઆ કરીએ કે એમની જોડી સલામત રહે અને હંમેશા ખુશ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.