૧૭ વર્ષ ની દીકરી ને થયો પ્રેમ , જાણો તેના પિતા ને જાણ હોવા છતાં જે કામ કર્યું તેનાથી કરોડો ને પ્રેરણા લેવી જોઈએ

મિત્રો ,જ્યાર થી લોકો માં સોશિયલ મીડિયા નો ક્રેઝ વધ્યો છે ત્યાર થી લોકો ના તણાવ ના પ્રમાણ માં પણ વૃધ્ધિ થયેલી જોવા મળે છે. કોઈપણ ફેસ્ટિવલ હોય અથવા તો કોઈ સ્પેશિયલ દિવસ હોય એટલે મસમોટી લાંબી પોસ્ટ કે આ દિવસે શું કરવું? અથવા શું ના કરવું? વાઇરલ થવા માંડે છે. જેમ કે એક પુત્રી ના માતા-પિતા તરીકે તમારી કઈ-કઈ ફરજો છે , પુત્રીઓ ને રાત્રિ ના સમયે વધુ પડતી બહાર ઘુમવા ના દેવી , નવરાત્રિ જેવા તહેવારો પર દીકરીઓ ને ગરબા રમવા માટે એકલી ના મોકલવી.

વગેરે જેવી પોસ્ટ વાઇરલ કરવા માંડે છે અને અન્ય લોકો માટે ત્રાસ નું કારણ બને છે. મે હાલ સોશિયલ મીડિયા પર જોયું તો મોટા ભાગ ની પોસ્ટ પુત્રીઓ ને તથા તેમના માતા-પિતા એ સમાજ માં કેવી રીતે વર્તવું તેના વિશે ની હતી પરંતુ , ક્યાય પણ એકેય એવી પોસ્ટ જોવા ના મળી પુત્ર તથા તેના માતા-પિતા ની સમાજ પ્રત્યે ની શું-શું ફરજો છે તથા તેમણે સમાજ માં કેવી રીતે વર્તવું.

કેવી કરૂણ વાત છે ને કે તમામ નિયમો અને ફરજો પુત્રી તથા તેમના માતા-પિતા એ જ બજાવવા ના હોય છે અને પુત્ર તથા તેના માતા-પિતા એ ફક્ત હકક જ ભોગવવા ના હોય છે. હું પણ એક પુત્રી નો પિતા છું અને એક વાત સહજ રીતે મે એનાલિસિસ કરી છે કે પુત્રી ના માતા-પિતા હોવું એ આ સમાજ માં એક ગુના સમાન બની ગયું છે. આ વાત તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. મારા એક ખાસ મિત્ર ના પત્ની થોડા સમય પૂર્વે પ્રેગ્નંટ હતા.

આ સમયે મે નિહાળ્યું કે મારો મિત્ર કઈ તણાવ માં હોય એવું લાગી રહ્યું હતું. આ તણાવ જોઈને હું તેની પાસે ગયો અને તેને આ તણાવ વિશે નું કારણ પૂછ્યું , તો તેણે જણાવ્યુ કે , હાલ પ્રવર્તમાન સમય કેટલો ખરાબ ચાલી રહ્યો છે , સ્ત્રીઓ ને કોઈપણ પ્રકાર ની બહાર સેફ્ટી નથી. પ્રભુ ને મારી ફક્ત એક જ વિનંતી છે કે , મારા ઘરે પુત્રી નો જન્મ ના થાય. જોયું તમે એક પુત્રી ના જન્મ ના કારણે એક વ્યક્તિ કેટલો તણાવ માં આવી ગયો.

તેના મન માં એક પ્રકાર નો ભય બેસી ગયો છે કે જો તેના ઘરે પુત્રી નો જન્મ થશે તો સમાજ માં તેની માન-પ્રતિષ્ઠા માં ઘટાડો થશે. આ ઘટના પર થી તમે આટલું તો આવશ્યપણે એનાલિસિસ કરી શકો કે આપની સાથે કોઈ ઘટના બનતા પૂર્વે તે ઘટના નો ભય જ આપણ ને કોતરી ખાય છે. પરંતુ , આ ઘટના ને બનતા રોકવી તે આપણાં હાથ માં નથી માટે ક્યારેય પણ કઠીન પરિસ્થિતિઑ થી ભયભીત ના થવું અને દરેક પરિસ્થિતી નો નીડરતાપૂર્વક સામનો કરવો.

હાલ , હજુ મારા જીવન સાથે સંકળાયેલ એક પ્રસંગ હું આપની સમક્ષ રજૂ કરીશ. હાલ ,થોડા દિવસો પૂર્વે મારા પત્ની અચાનક જ ટેન્શન માં આવી ગયા. તેમને ટેન્શન માં જોઈને હું તેમની સમીપ ગયો અને તેમના આ ટેન્શન નું કારણ જાણવા માટે નો પ્રયાસ કર્યો. જ્યારે મે તેમને આ અંગે નું કારણ પૂછ્યું ત્યારે તેમણે મને જણાવ્યુ કે , આપણી પુત્રી કોઈ યુવક ના પ્રેમ માં પડેલી છે. જ્યારે તેની મને આ વાત જણાવી રહી હતી ત્યારે તેના મોઢા પર ડર અને ભય ની રેખાઓ સાફ-સાફ દેખાઈ આવી રહી હતી.

આ વાત ને થોડા સમય માટે શાંત ચિતે વિચારી ત્યાં મારા મન માં અવાજ આવ્યો કે હજુ તો તે ફક્ત ૧૭ વર્ષ ની છે , ત્યાં એટલા માં જ મને મારા બાળપણ ના સંસ્મરણો યાદ આવ્યા કે તેની ઉમર માં મને પણ અમુક યુવતીઓ પ્રત્યે આકર્ષણ હતો. આ વય જ એવી હોય છે કે જ્યારે તમારી બોડી માં નિરંતર પરિવર્તનો આવતા રહેતા હોય છે. કારણ કે પ્રેમ અને પસંદ નો સમજણ સાથે દૂર-દૂર નો કોઈપણ પ્રકાર નો નાતો હોતો નથી.

મે મારી પત્ની ને કહ્યું કે, તું આ અંગે જરા પણ તણાવ ના લઇશ , હું આ અંગે તેની સાથે અવશ્યપણે વાત કરીશ. મિત્રો , કોઈપણ વ્યક્તિ પ્રેમ માં પડે તે તેમનો એક સહજ સ્વભાવ છે. પરંતુ , સામાન્ય રીતે જ્યારે પણ એક યુવતી ના ઘરે ખબર પડે કે તે કોઈ વ્યક્તિ ના પ્રેમ માં છે એટ્લે ઘર માં હોબાળો મચી જતો હોય છે. આ સમયે તો પુત્રી એ કોઈ ગંભીર ગુનો કર્યો હોય તેવી દ્રષ્ટિ થી લોકો તેને નિહાળતા હોય છે.

દરેક વ્યક્તિ નું એક પોતાનું વ્યક્તિગત જીવન હોય છે જેમાં હસ્તક્ષેપ કરવાનો કોઈપણ વ્યક્તિ ને અધિકાર નથી પરંતુ , હા તમારા સંતાન નું જીવન એક યોગ્ય માર્ગ પર આગળ વધે તે માટે અમુક સમયગાળા ના અંતરે તેમનું યોગ્ય માર્ગદર્શન કરતું રહેવું આવશ્યક છે. મે મારી પુત્રી ને બોલાવી અને તેને જણાવ્યુ કે મને અને તારી માતા ને તારા પ્રેમ વિશે નો ખ્યાલ છે. આ વાત સાંભળીને પુત્રી એકદમ સ્તબ્ધ થઈ ગઈ જાણે કે તેની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય તેના મોઢાં પર તેવા હાવભાવ છવાઈ ગયા.

એટ્લે મે તેને આશ્વાસન આપતા જણાવ્યુ કે ગભરાઈશ નહીં , કોઈ વ્યક્તિ ને પ્રેમ કરવો એ કઈ ગુનો નથી તે એક સારી વાત છે પરંતુ , આ પ્રેમ ની એફેક્ટ આપણાં શિક્ષણ પર પડે તે જરા પણ યોગ્ય નથી. અત્યારે તું તારા ભણવાના લક્ષ્ય પર ફોકસ કર અને તેને પરિપૂર્ણ કર અને પોતાના પગ પર ઊભી થા અને ત્યાર બાદ તું જે કોઈ ને પણ પસંદ કરતી હોય તેની સાથે પોતાના જીવન ની શરૂઆત કર , અમે બધા જ તારી સાથે છીએ. આ વાત સાંભળીને તેના ફેસ પર રહેલો બધો જ તણાવ દૂર થઈ જાય છે.

હું સતત મારી જાત ને એક વાત કહું છું કે , હું એક પુત્રી નો પિતા છું કોઈ જેલર નથી. દરેક માતા-પિતા ની એવી ઈચ્છા હોય છે કે તે જે પણ કરે અને જ્યાં પણ રહે તે ખુશ રહે. પરંતુ , તેને ખુશી મળે તે માટે તેને ખુલ્લા આસમાન માં ઊડવાની સ્વતંત્રતા પણ આપવી પડશે. આ દરમિયાન તે અનેક પ્રકાર ની ભૂલો કરશે પરંતુ , આ સમયે તેનું યોગ્ય માર્ગદર્શન કરીને તેને જીવન નો મર્મ સમજાવવા નો પ્રયાસ કરવો. જો તમે પણ જીવન માં આ નિયમ ને અનુસરશો તો ક્યારેય પણ દુઃખી નહીં થાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.