૧૩.૫ કરોડ લોકો થઇ જશે બેરોજગાર, ૧૨ કરોડ લોકો આવી ગયા છે ગરીબી ની પકડમા

કોરોના વાયરસ ના રોગચાળા ને કારણે અર્થતંત્ર ને થયેલા નુકસાન ને કારણે, દેશના લગભગ ૧૩૫ મિલિયન લોકો બેરોજગાર થઇ શકે છે. માત્ર એટલું જ નહીં, ૧૨૦ કરોડ લોકો ગરીબી ની રેખા હેઠળ આવી શકે છે. આ રોગચાળા ની અસર લોકો ની આવક, ખર્ચ તેમજ બચત પર પણ પડશે. આંતરરાષ્ટ્રીય મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની આર્થર ડી લિટલ ના રિપોર્ટ મુજબ, કોવિડ -19 ની સૌથી ખરાબ અસર દેશના લોકો ની રોજગારી પર થશે અને ગરીબી વધશે જ્યારે માથાદીઠ આવક ઘટશે.

આના પરિણામ સ્વરૂપ કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) મા તીવ્ર ઘટાડો થશે. અહેવાલમા જણાવાયું છે કે કોરોના વાયરસના સતત વધતા જતા કેસો ને જોતાં, અમે માનીએ છીએ કે ડબ્લ્યુ-આકાર ની રિકવરી એ ભારત માટે સંભવિત સંજોગો છે. નાણાકીય વર્ષ 2020-21મા જીડીપીમા 10.8 ટકા અને નાણાકીય વર્ષ 2021-22મા જીડીપીમા 0.8 ટકા નો ઘટાડો રહેશે. રિપોર્ટ અનુસાર દેશમા બેરોજગારી 7.6 ટકા થી વધીને 35 ટકા થઈ શકે છે. આને કારણે 13.5 કરોડ લોકો ને રોજગાર મળી શકે છે અને 17.4 કરોડ લોકો બેરોજગાર થઈ શકે છે.

માત્ર આટલું જ નહીં, 120 કરોડ લોકો ગરીબીમા આવી શકે છે અને 4 કરોડ લોકો ખૂબ ગરીબી સુધી પહોંચી શકે છે. ભારત અને દક્ષિણ એશિયાના આર્થર ડી લિટલના સીઈઓ અને મેનેજમેન્ટ પાર્ટનર બાર્નિક ચિત્રન મૈત્રએ જણાવ્યું છે કે વડાપ્રધાન ની આત્મનિર્ભર ભારત અભિયાન નવી અભિગમ માટે સારી શરૂઆત છે.

સરકાર અને આરબીઆઈ દ્વારા લેવામા આવેલા પગલાઓ ની પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ અર્થવ્યવસ્થા ને વ્યાપક નુકસાન થી બચાવવા વધુ નિશ્ચિત અભિગમ ની જરૂરિયાત દર્શાવે છે. અહેવાલમા અર્થતંત્ર ની પુન રીકવરી પ્રાપ્તિ માટે ના 10 મુદ્દા ના કાર્યક્રમો પણ સૂચવવામાં આવ્યા છે. આમાં નાના અને મધ્યમ ઉદ્યોગો ને બચાવવા, ગ્રામીણ અર્થવ્યવસ્થા ને ફરી થી શરૂ કરવા અને ખતરાવાળા ક્ષેત્રો ને લક્ષ્યાંકિત સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.